Mysamachar.in-રાજકોટ:
આજે યોજાયેલ જસદણની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ત્યારે વહેલી સવારે આઠ વાગ્યાના ટકોરે મતદાન શરૂ થતા ભારે ઉત્સાહના વાતાવરણ વચ્ચે જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામાન્ય ચકમકના તો ઓડિયો વાઇરલ કરીને ધમકી આપવાના બનાવોથી માંડીને અનેક પ્રકારના નાના-મોટા બનાવો દિવસ દરમ્યાન બન્યા હતા,
આ પેટાચૂંટણીમાં 8 ઉમેદવારો ઉભા છે,ત્યારે મુખ્ય લડાઈ તો ગુરુ કુંવરજી બાવળીયા અને તેમનો પૂર્વ ચેલા અને પ્રતિસ્પર્ધી અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ હોય અને બંનેની શાખ દાવ પર લાગેલી છે,ત્યારે સવારથી માંડીને સાંજ સુધીમાં સરેરાશ ૭૦% ટકા જેટલું જસદણની જનતાએ મતદાન કરીને ભાજપ અને કોંગ્રેસ બંનેની આબરૂ મતપેટીમાં સીલ કરી છે,
આ સમયે કોંગ્રેસ માટે આ સીટ જાળવી રાખવાની, તો ભાજપના આયાતી ઉમેદવાર કુંવરજી બાવળીયા માટે પક્ષપલટા બાદ સીટ પરથી જીતવુ મહત્વનું બની ગયું છે,ત્યારે જસદણના કુલ 2.32 લાખ મતદારો પર બધો આધાર છે કે, તેઓ કોણે ચૂંટશે. મતદારોમાં મુખ્યત્વે 35 ટકા કોળી મતદારોનો, 20 ટકા લેઉઆ તો 7 ટકા કડવા પાટીદાર, 8 ટકા ક્ષત્રિય તો 7 ટકા લઘુમતી મતદારો જસદણના ઉમેદવારનુ ભાવિ નક્કી કરશે.
કોંગ્રેસે છેલ્લી 14 ચૂંટણીમાં 9 વાર જસદણ બેઠક પર જીત મેળવી છે.ત્યારે આ વખતે જનતા કોના પર પસંદગી ઉતારે છે,તેનો ફેસલો 23 તારીખ એટલે કે રવિવારે ઇવીએમ મશીન ખુલવાની સાથે કુંવરજી અને અવસર નાકિયામાંથી કોનું નસીબ જોર કરશે અને જસદણની પ્રજા પોતાની પસંદગીનો કળશ કોના પર ઢોળશે તેનો ચિતાર બંને પક્ષ માટે મહત્વનો બની રહેશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.