Mysamachar.in-અમદાવાદઃ
લગ્ન એટલે કે એકબીજાની સાથે રહી જીવન પસાર કરવું, પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ અને હુંફની લાગણી જળવાઇ રહે તો લગ્નજીવન સુખી બની છે. પરંતુ શું તમને ખબર છે જાડી છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષો વધુ સુખી થાય છે. એક યુનિવર્સિટી દ્વારા મહિલાઓની બોડી સાઈઝ અને તેના પાર્ટનરના ખુશી વચ્ચેના સંબંધને લઇને કરવામાં આવેલા સર્વેમાં રોચક ખુલાસાઓ થયા છે. આ સર્વેમાં દાવો કરાયો કે જાડી યુવતીઓ સાથે લગ્ન કરનારા પુરુષો અન્ય પુરુષોની સરખામણીએ 10 ગણા વધુ ખુશ રહે છે. રિપોર્ટમાં દાવો કરાયો કે પાતળી છોકરી સાથે રિલેશનમાં રહેનારા પુરુષોની સરખામણીમાં જાડી છોકરીઓના પતિ વધારે ખુશ જોવા માટે મળે છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જાડી છોકરીઓ રિલેશનશિપના મુદ્દાઓને સરળતાથી સોલ્વ કરી શકે છે. રિસર્ચરે જણાવ્યું છે કે આ માટે તેણે જાડી અને પાતળી મહિલાઓની ખાસિયત અને આદતો પર ઊંડાણ પૂર્વકનો અભ્યાસ કર્યો છે. ખેર, આ સર્વે તો મેક્સિકોની એક યુનિવર્સિટીમાં કરાયો હતો, પરંતુ હકિકતમાં લગ્ન જીવન શરીરના દેખાવને કારણે નહીં પરંતુ પતિ-પત્નીની સમજદારી પર આધાર રાખે છે. તમે કેવા દેખાવ છો તેના કરતાં વધુ જરૂરી તમે કેટલા ફિટ છો તે વધુ જરૂરી છે.