• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, May 31, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સોશિયલ મીડિયા થકી સંબંધ અને પછી હોટેલમાં ‘મોજ’ : આ કેસ વાંચો…

આ પ્રકારની એક યુવતી ઝડપાઈ ગઈ: મામલો બ્લેક મેઈલિંગ અને ખંડણી સુધી પહોંચી ગયો હતો...

My Samachar by My Samachar
May 25, 2024
in કચ્છ, ગુજરાત
Reading Time: 1 min read
A A
વરવું ગુજરાત ! : મહિલાઓ પણ પતિઓને ‘દગો’ આપી રહી છે  
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:કચ્છ:

સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર સંબંધોની શરૂઆત અને પછી રિઅલ જિંદગીમાં ‘મોજમજા’ ના કિસ્સાઓ વધી રહ્યા છે, આવા મામલાઓમાં કોઈ એક સમય એવો પણ આવતો હોય છે કે, આવી મોજમજા કોઈ એક પાત્રને ભારે પણ પડી જતી હોય છે, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરથી શરૂ થયેલાં બધાં જ સંબંધોનો એન્ડ હેપ્પી હોય એવું જરૂરી નથી. કેટલીક યુવતિઓ અને મહિલાઓ આજના જમાનામાં આવા સંબંધોને ‘બિઝનેસ’માં પણ તબદીલ કરી લેતી હોય છે. આવું એક કુંડાળુ જાહેર થઈ જતાં એક યુવતી ઝડપાઈ ગઈ છે. આ યુવતીનું નામ ફિઝા મીર છે.

મામલો કચ્છનો છે. માધાપરના બાપા દયાળુનગરમાં રહેતાં અને ભૂજ તાલુકાના સુખપુર ગામમાં આઇડિયલ સ્ટીલના નામથી ધંધો કરતાં 31 વર્ષના વેપારીને આ મામલામાં શિકાર બનાવવામાં આવેલો. ડીકેશપુરી  ગોસ્વામી. તેની પોલીસ ફરિયાદ પરથી ફિઝાને ઝડપી લેવામાં આવી છે. આ યુવતી આ વેપારીને ખોટાં કેસમાં ફસાવી દેવા ધમકાવતી હતી. નાણાંની માંગ કરેલી. આ અગાઉ આ યુવતિએ વેપારી સાથે હોટેલમાં ‘મોજ’ માણી હતી.

આ વેપારીએ 19મી મે ના દિવસે ઈન્સ્ટાગ્રામ પર આ યુવતીનો વીડિયો જોઈ નાઈસ વીડિયો એવી કોમેન્ટ કરેલી. ત્યાંથી સંબંધની શરૂઆત થઈ. બાદમાં યુવતિએ વેપારીને કહ્યું: તું સાઉથના હીરો જેવો દેખાય છે. વેપારી તથા યુવતી વચ્ચે ફ્રેન્ડશિપ થઈ ગઈ. બાદમાં યુવતિએ કહ્યું: હું એક કામસર ગાંધીધામ આવું છું. માધાપરમાં મળીએ. બાદમાં થાર વાહન લઈ આ વેપારી યુવતીને લેવા માધાપર નવા બસ સ્ટેશન પર ગયો. બાદમાં યુવતિએ વાતચીતની કળા અજમાવી અને પછી બંને માધાપરમાં શિવમ્ પાર્ક સામે આવેલી હોટેલ ભગુજીમાં રૂમ નંબર 205માં રોકાઈ ગયા.

રૂમ નંબર 205માં શરીરસંબંધ બંધાયા બાદ યુવતિએ વેપારીને કહ્યું: મારો મિત્ર આવ્યો છે. નીચે મળી આવું. યુવતિ ગઈ, પછી અદ્રશ્ય થઈ ગઈ. બાદમાં વેપારીએ યુવતિને મેસેજ કરેલો, જવાબ ન આવ્યો, વેપારી પણ હોટેલ છોડી જતો રહ્યો. ગુરૂવારે વેપારીને યુવતિએ મેસેજ કર્યો: તેં મારી સાથે દુષ્કર્મ આચર્યું છે. મેં પોલીસમાં કેસ કર્યો છે. સમાધાન કરવું હોય તો, મને 6 લાખ રૂપિયા આપી દે નહિંતર પોલીસ તને શોધી લેશે. મેસેજ વાંચી વેપારી ગભરાયો. રૂપિયા પાંચ લાખમાં પતાવટની વાત કરી.

દરમિયાન, વેપારીએ મિત્ર ભાવિન સોનીની સલાહ લઈ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. પોલીસે રાજકોટની ફિઝા વિરુદ્ધ ફરિયાદ નોંધી, માધાપરની એક હોટેલમાંથી આ યુવતીને શોધી કાઢી, અટકાયત કરી લીધી. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ ચલાવી રહી છે.(symbolic image source_google)

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરની જીજી હોસ્પિટલમાં લાખો-કરોડોની ‘ઉચાપત’થી સનસનાટી…

May 31, 2025
દિપાવલીના તહેવારોમાં દ્વારકા બેટ દ્વારકા – યાત્રાધામોમાં માનવ મહેરામણ ઉમટ્યું

દ્વારકા કોરિડોર સંબંધે ડિમોલીશન મામલે વિલંબ શાથી થઈ રહ્યો છે  ?!

May 31, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

વડાપ્રધાનના સૂચનની અમલવારી ગુજરાત પોલીસને વર્ષ પછી યાદ આવી !

May 31, 2025
ગરમી બહુ છે, રજા આપો:સરકારી કર્મચારીઓની માંગ…

ગુજરાત સરકારના કર્મચારીઓ ઈચ્છે છે પાંચ દિવસનું સપ્તાહ…

May 31, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરની જીજી હોસ્પિટલમાં લાખો-કરોડોની ‘ઉચાપત’થી સનસનાટી…

May 31, 2025
દિપાવલીના તહેવારોમાં દ્વારકા બેટ દ્વારકા – યાત્રાધામોમાં માનવ મહેરામણ ઉમટ્યું

દ્વારકા કોરિડોર સંબંધે ડિમોલીશન મામલે વિલંબ શાથી થઈ રહ્યો છે  ?!

May 31, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®