Mysamachar.in-સુરત
આજના સમયમાં મોટાભાગના લોકો સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરે છે, અને તેના થકી જાણીતા અજાણ્યાની સાથે મિત્રતા પણ કરે છે, પણ આ દરમિયાના કોઈક અજાણી વ્યક્તિ સાથે ક્યારેક મિત્રતા કરવું ભારે પડી શકે છે, આવો જ એક કિસ્સો રાજ્યના મેટ્રોસીટી સુરતમાં સામે આવ્યો છે, જ્યાં કાપડ વેપારીને ફેસબુક મારફતે મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી અને બ્લેકમેલીંગ નો શિકાર બન્યાની જાણ થતા તેને પોલીસની મદદ માંગી છે, ઘટના એવી છે કે વેડરોડ પર આશીર્વાદ સોસાયટીમાં રહેતો પંકજ કાપડનો વેપાર કરે છે. પંકજ પરિણીત છે અને એક દીકરી તથા એક દીકરો છે.
સપ્ટેમ્બર 2019માં પંકજને ફેસબુક પર આરોપી કૃપા ડોબરિયાએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ પંકજ અને કૃપા મળતા હતા. કૃપાએ પંકજને જણાવ્યું કે, તે ડિવોર્સી છે. હાલ એકલી રહે છે. પંકજે કહ્યું કે, તે પરણેલો છે. ત્યાર બાદ કૃપાએ પંકજને શરીર સંબંધ બાંધવાનું કહેતા બંને કામરેજથી આગળ મનીષા હોટલમાં ગયા હતા. જયાં બંનેએ મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ કૃપા દ્વારા પંકજને બ્લેકમેલ કરવાનો સિલસિલો શરુ કરવામાં આવ્યો હતો… તે કહેતી લગ્ન કરી લે, પંકજ પરણેલો હોવાથી લગ્નની ના પાડી હતી. ત્યારબાદ કૃપાએ 10 લાખ માંગ્યા હતા. જો રૂપિયા નહીં આપે તો ઘરે તેના સંબંધની જાણ કરવાની અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
વારંવાર પંકજે કૃપા વિરુધ્ધ ચોકબજાર પોલીસમાં અરજી કરી હતી. અરજીની તપાસમાં ખબર પડી કે. કૃપાએ પંકજ વિરુદ્ધ પણ કામરેજ પોલીસમાં અરજી આપી હતી. નિલેશે પંકજને ફોન કરીને કહ્યું કે, કૃપા સાથે સમાધાન કરી નાખે. નિલેશે દેવાણી નામના યુવકનો સંપર્ક કરાવ્યો હતો. મહેશે અલ્પેશ ડોંડા સાથે સંપર્ક કરાવ્યો હતો. પંકજને જાણવા મળ્યું કે, પંકજ કૃપા સાથે જોડોયેલો છે. પંકજે ત્રસ્ત થઈને કૃપા વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલિંગ કરીને રૂપિયા પડાવવાની ફરિયાદ નોંધાવી છે. જોકે ફરિયાદમાં માત્ર કૃપાને જ આરોપી બનાવી છે. બીજા કોઈને તેમાં આરોપી બનાવવામાં આવ્યા નથી.