Mysamachar.in-જામનગર:
જામનગરમાં વસવાટ કરતા ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર પ્લેયર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજા તેમના ટ્રસ્ટ શ્રી માતૃશકિત ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ છેલ્લા કેટલાય સમયથી હાલારના ગામોનો પ્રવાસ તેમની ટીમ સાથે કરી રહ્યા છે, અને ખુબ ટૂંકાગાળામાં તેવોએ હાલારના 151 ગામોનો પ્રવાસ પૂર્ણ કર્યો છે, અને હજુ અન્ય ગામોનો પ્રવાસ તેવો કરી રહ્યા છે, રીવાબા જાડેજા ગામે ગામ જઈ અને સ્ત્રી સશક્તિકરણ, કન્યા કેળવણી તેમજ બહેનોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ, બહેનો આત્મનિર્ભર બને એ ઉપરાંત અંધવિશ્વાસમાં થી બહાર આવે તે માટે જાગૃતિ લાવવાના સઘન પ્રયાસો કરી રહ્યા છે,અને મહિલાઓ તરફથી પણ રીવાબા જાડેજાને આવકાર મળી રહ્યો છે.
મહિલાઓ સાથેની વાતચીત દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાઓ કે જે ખાસ બહેનો માટે છે. એ અંગેની માહિતી આપી અને તેનો લાભ મહતમ બહેનોને મળે તે માટે તેવો પ્રયત્ન કરે છે, વધુમાં બહેનો આર્થિક રીતે પગભર બને અને આવનારી પેઢીને સક્ષમ બનાવે તે હેતુસર ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ વધુમા વધુ મદદરૂપ થઈ શકીએ એ માટે પણ રીવાબા જાડેજા પ્રયત્નો કરે છે.જામનગર જિલ્લાના વધુમા વધુ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ દરેકે દરેક સમાજને મદદદરૂપ થવા અને મહત્તમ લોકોની સેવા કરવા માટે તેવો છેલ્લા કેટલાય સમયથી કાર્યરત્ છે.સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રીવાબા જાડેજાને પણ દરેક દરેક ગામોમાંથી લોકોનો સારો એવો આવકાર મળી રહ્યો છે.