Mysamachar.in:અમદાવાદ:
આજનો સમય ટેકનોલોજીનો સમય છે, આપને અવારનવાર સાંભળતા આવીએ છીએ કે સોશ્યલ મીડીયાના માધ્યમથી પણ કેટલીય વખત સબંધો બંધાઈ જતા હોય છે, પણ દરેક સબંધ બાંધતા પૂર્વે તેની યોગ્ય ખરાઈ કરવી પણ એટલી જ જરૂરી છે, ટેક્નોલોજીના આજના જમાનામાં દુનિયાના ગમે તે સ્થળેથી તમે લાઇફ પાર્ટનરની પસંદગી ઘર બેઠા કરી શકો છો, અનેક મેટ્રોમેનિયા સાઇટ્સ તમને તમારા જીવનસાથી શોધવામાં મદદ કરે છે. આ માટે ભલે તેઓ પૈસા લેતા હોય પરંતુ જીવનસાથીની પસંદગી તમારે કરવાની હોય છે, ઓનલાઇન શોધેલા પાર્ટનર પર કેટલો ભરોષો કરવો અને કેવી સાવચેતી રાખવી ખાસ જાણવું જોઇએ.
જયારે તમે કોઈને મળ્યા જ નથી અને પસંદગી પર ઉતરો છો ત્યારે સૌપ્રથમ જે તે પાત્રની નોકરી અને કેરિયર ખાસ ચેક કરવું જોઇએ. ઓનલાઇન યુવક કે યુવતી શોધી તમે લગ્ન કરી રહ્યા હોવ તો તેના કેરિયરને લઇને સવાલ ખાસ પુછો. એટલું જ નહી ં જો બની શકે તો પસંદ કરેલો પાર્ટનર ક્યાં નોકરી કરી છે અને કેવી નોકરી કરે છે તે ચોક્કસ જાણો, ઘણીવાર યુવક કે યુવતી પોતાની પ્રોફાઇલમાં ખોટી માહિતી લખતા હોય છે, અથવા તમે તેની નોકરીથી અજાણ પણ રહી જતા હોવ છો.
તો સોશ્યલ મીડિયા થકી સબંધો કેળવતા સંબંધમાં બની શકે તો જાણકારી મેળવવા માટે સમય કાઢો, લગ્ન જેવા મોટા નિર્ણય માટે તુરંત હા ન પાડો. આ સિવાય સૌથી મહત્વનું યુવક કે યુવતીના પરિવારને જાણવું. સામાન્ય રીતે એવી કહેવત છે કે મીયા-બીબી રાજી તો ક્યા કરેગા કાજી, પરંતુ ઓનલાઇન શોધેલા મૂરતિયા કે કન્યાના પરિવારની સંપૂર્ણ વિગત મેળવવી ખાસ જરૂરી છે. શક્ય હોય તો એક વખત તેના પરિવાર સાથે મુલાકાત ગોઠવો, આવું કરવાથી તમને બે ફાયદા થશે જેમ કે તેના પરિવાર સાથે મન ભળી જશે અને ખરાઇ પણ થઇ જશે. આમ આડેધડ પસંદગી ઉતારી અને પાછળ થી પસ્તાવું તેના કરતા થોડી સાવચેતી રાખવી અનિવાર્ય રહેશે.