Mysamachar.in-ગાંધીનગર
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાદ રાજ્યનો શિક્ષણ વિભાગ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે, વાત કઈક એવી છે કે સરકાર દ્વારા આર.ટી.ઈ. એકટ 2009ની જોગવાઈનો અમલ કરવાના ભાગરૂપે પ્રાથમિક શાળાઓનો સમય 8 કલાકનો કરવાનો નિર્ણય કરેલ છે. આ કાયદાની અમલવારી ગુજરાતમાં 2010માં કરવામાં આવેલી ત્યારે પણ આ સમય રાખવા અંગે નિર્ણય લેવાયેલો હતો પરંતુ થોડા જ દિવસોમાં આ નિર્ણય સ્થગિત રાખવામાં આવેલો હતો. ત્યારે 11 વર્ષ પછી આ સરકાર દ્વારા ફરી 8 કલાક ફરજીયાત કરવાનો નિર્ણય લેવાયેલો છે અને જે અંગેના પરિપત્ર થઈ ગયેલા છે. આ નિર્ણયનો વિરોધ કરવા કમિશ્નર, મહાનગરપાલિકા તથા શાસનાધિકારી, ન.પ્રા.શિ.સ. જામનગરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે આયોજિત કરવામાં આવેલ છે,
આ વચ્ચે આજે સવારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સરકારના બધા કર્મચારીઓ જયારે 8 કલાક કામ કરતા હોય શિક્ષકો પણ રાજ્ય સરકારના કર્મચારીઓ જ છે તેમ જણાવ્યું છે.હવે આ મામલે 8 કલાકનો નિર્ણય બરકરાર રહેશે કે પછી કોઈ ફેરબદલ થશે તે આવનાર સમય પરથી સ્પસ્ટ થશે.