Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યનું શિક્ષણવિભાગ કેવું રામ ભરોશે ચાલતું હશે તેના અનેક ઉદાહરણો સમયાંતરે સામે આવતા રહે છે, તાજેતરમાં જ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ બાળકોને ખુલ્લામાં બેસવાને લઈને આપેલ નિવેદન ભારે ગરમાયું છે.ત્યારે શિક્ષણ વિભાગના આધારભૂત સુત્રોના હવાલેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના શિક્ષણ વિભાગમાં કેટલીય જગ્યાઓ લાંબા સમયથી ખાલીખમ પડી છે અને તેની સીધી જ અસરો બાળકોના શિક્ષણ પર પણ થાય તે સ્વાભાવિક છે.જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે…
રાજ્યમાં 233 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા સામે હાલ માત્ર 133 જગ્યા ભરાયેલ છે. 27 મંજુર થયેલ નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સામે કેટલાક પ્રતિનિયુક્તિનાઓર્ડર થયા છે.તો સૌથી વધુ ગંભીર બાબતએ છે કે કેળવણી નિરીક્ષકોની 550 જગ્યા જે તમામ ખાલી છે જેની 2007 પછી ભરતી જ કરવામાં આવી નથી,જયારે 14000 પ્રાથમિક+ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની જગ્યા ખાલી છે જેની 2018 પછી ભરતી કરવામાં આવી નથી 26 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રિન્સીપાલની જગ્યા ખાલી છે જે પણ 2007 થી જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે, અરે આમાં હજુ અધૂરું હોય તેમ ટી.પી.ઓ. કચેરીમાં કલાર્કોની 235 જગ્યા ખાલી2017 થી તમામ જગ્યાઓ ખાલી હોવાનું સુત્રો માહિતી આપતા ઉમેરે છે.