Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકારે એક જાહેરાત કરી છે. આ જાહેરાતમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત જે NFSA કાર્ડધારકો નોંધાયેલા છે તે 77 લાખથી વધુ કાર્ડધારકોની 3.71 કરોડ જનસંખ્યાને મે અને જૂન માસનો અનાજનો જથ્થો 31 મે સુધી આપવામાં આવી રહ્યો છે, સૌએ આ જથ્થો મેળવી લેવો.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં હજુ દોઢ લાખની જનસંખ્યા એવી છે જેમણે e-KYC કરાવ્યું નથી. આ કામ 31 મે સુધીમાં કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત જિલ્લા પૂરવઠા અધિકારી એસ.ડી.બારડએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આજે જણાવ્યું છે કે, આ દોઢ લાખ પૈકી 30,000 જનસંખ્યા એવી છે જેમણે છેલ્લા એક વર્ષ દરમિયાન રાશનકાર્ડ પર અનાજનો જથ્થો લીધો નથી. આ તમામ 30,000 નામો તંત્ર દ્વારા રાશનકાર્ડમાંથી બાદ કરી નાંખવામાં આવશે.
