mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પોલીસ વિભાગના વાર્ષિક ઈન્સ્પેકશન માટે આજે રાજકોટ રેન્જ આઈ.જી.સંદીપસીંગ આવી પહોચ્યા છે,આઈ.જી સંદીપસીંગ આવતીકાલ સુધી જામનગરમાં રોકાશે,અને તેવો વાર્ષિક ઈન્સ્પેકશન કરશે,આજે તેવો ક્રાઈમ કોન્ફરન્સ,ઓડલીરૂમ અને ઈન્સ્પેકશન માટે સમય આપશે જયારે આવતીકાલે સવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પરેડમા આઈ.જી.હાજર રહેશે. આઈ.જી.પોતાની મુલાકાત દરમિયાન જીલ્લા પોલીસવડા સિંઘલ સહિતના અધિકારીઓ સાથે જીલ્લાના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતોએ પણ વિસ્તૃત ચર્ચાઓ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.