Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવનને અસર થઈ છે.કોઝ-વે, નાળા કે પુલ પર પાણી ફરી વળવાના કારણે અનેક માર્ગો તંત્ર દ્વારા બંદ કરવામાં આવ્યા છે.તો બીજી તરફ માર્ગો પર પડી ગયેલા વૃક્ષો સહિતની અડચણો દૂર કરવા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે.કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ગ-2 ના અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે રુટ વાઇઝ નિમણૂક કરવામાં આવી છે જે ટીમો જે.સી.બી., ટ્રેક્ટર સહિતની મશીનરીઓ સાથે માર્ગોને પુનઃકાર્યાન્વિત કરવા પ્રયાસરત છે.જામનગર જિલ્લાના હાલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના 7 તથા પંચાયત હસ્તકના 47 માર્ગો પાણીના ઓવરટેપિંગના કારણે બંદ કરવામાં આવ્યા છે.સાથે સાથે આ માર્ગો પરથી પ્રવાસ ન કરવા તથા સતર્ક રહેવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.