Mysamachar.in-રાજકોટ:
આજે રાજકોટ પોલીસબેડામાં ખળભળાટ મચાવી દેતેવી એક ઘટના સામે આવી છે. રાજકોટમાં ક્વાર્ટરમાં રહેતી મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી જીવન ટુંકાવી લીધાની ઘટનાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે.ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર જઈને તપાસ હાથ ધરતા કોન્સ્ટેબલના મૃતદેહ પાસેથી બંદુક મળી આવી છે. પોલીસ કોન્સ્ટેબલે પોતાને ગોળી માર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટનાં નવા 150 ફૂટ રોડ પર મારુતિનાં શોરૂમ પાછળ આવેલા પંડિત દિન દયાળ નગરમાં એએસઆઈ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો છે.ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. 402માં રહેતા હતા. જ્યારે રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા.બંને પોલીસકર્મીઓએ આજે સવારે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળે છે,
એએસઆઈ ખુશ્બુબેન અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા શહેરના એક જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં..આત્મહત્યાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ આપઘાત પાછળ ક્યું કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.જો કે મહત્વની બાબત એ છે કે પોલીસ ને હાથ કોઈ સ્યૂસાઇડ નોટ પણ લાગી નથી.જો કે પોલીસ એફએસએલ સહિતની મદદથી આપઘાતના ચોક્કસ કારણ અંગે તપાસ કરી રહી છે.