Mysamachar.in-અમદાવાદ:
દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી ઝાપટાંથી હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે.આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, હવામાન વિભાગના અનુસાર આજે અમદાવાદ સહિત આણંદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં વરસશે વરસાદ. 10 જૂને અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસશે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં સુરેંદ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસશે વરસાદ
11 જૂને અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસશે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે.12 જૂને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે, તો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઘટશે તેવું અનુમાન છે.