Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે આજે પણ વરસાદી માહોલ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે વધુ એક વખત વરસાદની આગાહી કરી છે, ગુજરાતમાં કેટલાય જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ ઝડપથી પૂરી થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. હવામાન વિભાગે વધુમાં આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપી છે. તારીખ 13,14 અને 15 તારીખે સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. 16 તારીખે પણ કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે.
15 ઓગસ્ટે સુરતની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. 16 ઓગસ્ટે દ્વારકામાં પણ સારા વરસાદ થશે. ત્યારે રાજયમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે બેઠક બોલાવવામાં આવી છે. NDRF અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મહત્વની મીટિંગ મળશે. બપોરે 12.30 વાગ્યે હવામાન વિભાગ અમદાવાદ ખાતે NDRF અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મીટિંગ મળનાર છે. જેમાં રાજ્યના વરસાદી માહોલ વચ્ચે NDRFની ટીમોને ડીપ્લોય કરવા સંબંધી ચર્ચા કરવામાં આવશે તેમ જાણવા મળે છે.