Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળીયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક છે. આ શહેરથી જામનગર તરફ નજીકમાં જ બે મહાકાય ઓઈલ રીફઈનરી તથા તેના આનુસંગીક અન્ય ઉદ્યોગો તેમજ બીજી તરફ સુપ્રસિધ્ધ યાત્રાધામો દ્વારકા,નાગેશ્વર, બેટ દ્વારકા તથા હરસિધ્ધી માતાનું મંદિર આવેલ છે. આખા ભારત દેશમાંથી રેલ્વે મારફત જગપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે આવતા તમામ રેલ્વે ખંભાળીયા થી પસાર થાય છે તથા ઉપરોકત દર્શાવેલ ઔધીગિક એકમો માટે માલગાડીઓ પણ ખંભાળીયાથી પસાર થતી હોય છે. જેના કારણે ખંભાળીયા શહેરમાં આવેલ રેલ્વે ફાટક વારંવાર બંધ રહે છે જેથી કરીને ખંભાળીયા નગરજનોને કોઈપણ સ્થળે સમય સર પહોંચવામાં ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે.
વર્ષ 2017માં ડીસેમ્બર મહીનાંમાં ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ ખંભાળીયા નગરજનોની મુશ્કેલીઓને દુર કરવી એજ પોતાની પ્રથમીક પ્રાથમિક જવાબદારી સમજી ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને તારીખ 8//1/2018 ના રોજ પત્ર લખી ખંભાળીયા શહેરના બન્ને રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવા રજુઆત કરેલ. તથા વારંવાર પત્ર વ્યવહારથી રજુઆત કરેલ,. હાલ, રાજ્ય સરકાર દ્વારા આ એક રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બનાવવા રૂપિયા 37 કરોડ ફાળવી સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. આ ઓવરબ્રીજનું કામ ટુંક સમયમાં શરૂ થઈ જશે. આ ઓવરબ્રીજ મંજુર થતા ખંભાળીયા શહેરીજનોમાં હર્ષની લાગણી થયેલ છે. અને ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા બીજા ઓવરબ્રીજ માટે પણ રાજ્યના મુખ્યમંત્રીને કાગળ લખી ફરી રજુઆત પણ કરેલ છે.