Mysamachar.in:રાજકોટ
રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
-રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 03.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 04.02.2023 થી 12.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 07.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 07.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 06.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 07.02.2023 થી 12.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11.02.2023 ના રોજ રદ.
• ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12.02.2023 ના રોજ રદ.
-આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 02.02.2023 થી 10.02.2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસને 02.02.2023 થી 10.02.2023 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને 06.02.2023 થી 10.02.2023 સુધી બાંદ્રાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને 07.02.2023 થી 10.02.2023 સુધી વાંકાનેરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 06.02.2023 થી 10.02.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 07.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ એક્સપ્રેસને 06.02.2023 ના રોજ રીવાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
-રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
• ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ 09.02.2023 ના રોજ ઓખાથી 3 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ 10.02.2023 ના રોજ જબલપુરથી 8 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ 11.02.2023 ના રોજ વેરાવળથી 7 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નં. 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 11.02.2023 ના રોજ વેરાવળ 7 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 11.02.2023 ના રોજ ઓખાથી 6 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 16337 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ 11.02.2023 ના રોજ ઓખાથી 9 કલાક મોડી ઉપડશે.
-માર્ગ માં મોડી થનાર ટ્રેનો:
• ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ 11.02.2023 ના રોજ જામનગર-રાજકોટ વચ્ચે 30 મિનિટથી 45 મિનિટ સુધી મોડી થશે.
• ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ 11.02.2023 ના રોજ હાપા-રાજકોટ વચ્ચે 30 મિનિટથી 45 મિનિટ સુધી મોડી થશે.
• ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 11.02.2023 ના રોજ પોરબંદર- રાજકોટ વચ્ચે 15 મિનિટથી 30 મિનિટ સુધી મોડી થશે.
31.01.2023 થી 11.02.2023 ના સમયગાળા દરમિયાન માર્ગમાં મોડી થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
• મંગળવાર: ટ્રેન નં. 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ માર્ગ માં 2 કલાક 30 મિનિટથી મોડી પડશે, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ માર્ગ માં 30 મિનિટ મોડી પડશે અને ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.
• બુધવાર: ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.
• શુક્રવાર: ટ્રેન નંબર 5045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.