Mysamachar.in-રાજકોટ:
રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલ છે, જેના કારણે 30 જૂન, 2024 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી 24.06.2024 થી 29.06.2024 સુધી રદ.
- ટ્રેન નંબર19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી 25.06.2024 થી 30.06.2024 સુધી રદ.
- ટ્રેન નંબર19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 24.06.2024 થી 30.06.2024 સુધી રદ.
- ટ્રેન નંબર19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 24.06.2024 થી 30.06.2024 સુધી રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર09521 રાજકોટ-વેરાવળ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર09522 વેરાવળ-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર09513 રાજકોટ-વેરાવળ લોકલ 24.06.2024 થી 30.06.2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર09514 વેરાવળ-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી વેરાવળ થી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર19207 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 23.06.2024 થી 29.06.2024 સુધી પોરબંદરથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 23.06.2024 થી 29.06.2024 સુધી ભક્તિનગરથી પોરબંદર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર09480 ઓખા-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર09479 રાજકોટ-ઓખા લોકલ 24.06.2024 થી 30.06.2024 સુધી હાપાથી ઓખા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 23.06.2024ના રોજ બરૌની થી દોડતી ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ બરૌનીથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 28.06.2024ના રોજ, ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી બરૌની સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 24.06.2024ના રોજ રેવાથી દોડતી ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ એક્સપ્રેસ રેવાથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 27.06.2024ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી દિલ્હી સરાય રોહિલ્લા સુધી દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 28.06.2024ના રોજ દિલ્લી સરાય રોહિલ્લા થી ચાલતી ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ દિલ્હી સરાય રોહિલ્લા થી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 25.06.2024ના રોજ જડચેરલાથી દોડતી ટ્રેન નંબર 09576 જડચેરલા-રાજકોટ સ્પેશિયલ જાડચેરલાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 24.06.2024અને 25.06.2024ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ સિકંદરાબાદથી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 26.06.2024અને 27.06.2024ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ વાંકાનેરથી સિકંદરાબાદ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 10.06.2024 થી 28.06.2024 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 11.06.2024 થી 29.06.2024 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 24.06.2024અને 27.06.2024 ના રોજ, બાંદ્રા થી ચાલતી ટ્રેન નં. 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 25.06.2024અને 28.06.2024 ના રોજ ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 09.06.2024 થી 28.06.2024 સુધી વડોદરાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 10.06.2024 થી 29.06.2024 સુધી સુરેન્દ્રનગરથી વડોદરા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી અને રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
- ટ્રેન નંબર19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 25.06.2024 થી 28.06.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય થી 5 કલાક અને 45 મિનિટ મોડી એટ્લે કે 02.00 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નંબર19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસને 25.06.2024 થી 28.06.2024ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય થી 3 કલાક અને 55 મિનિટ મોડી એટ્લે કે 03.00 વાગ્યે ઉપડશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
- ટ્રેન નંબર11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ 2 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 12.35 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ થી 1 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 13.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર16334 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસને 24.06.2024 ના રોજ તિરુવનંતપુરમ થી 6 કલાક મોડી એટલે કે 21.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને 25.06.2024ના રોજ ઈન્દોરથી 5 કલાક મોડી એટલે કે 26.06.2024ના રોજ 03.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસને 25.06.2024 ના રોજ જબલપુર થી 4 કલાક મોડી એટલે કે 18.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:
- 23.06.2024ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે.
- 24.06.2024ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે.