Mysamachar.in:જામનગર
જામનગરનું અંધાશ્રમ આવાસ કોલોનીમાં અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં દારુ ઉપરાંત દેહવ્યાપારના ધંધાને કારણે આ વિસ્તાર બદનામ ગલી જેવો છે, એમાં અગાઉ કૂટણખાનું ચલાવતા ઝડપાયેલા મહિલાએ ફરી કુટણ ખાનું શરુ કર્યાની માહિતી પરથી એલસીબી પી.આઈ. જે.વી.ચૌધરીની રાહબરીમાં આવાસકોલોનીમાં દરોડો પાડવામાં આવતા મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાઈ ગયું છે, જેમાંથી બે વેસ્ટ બંગાળથી યુવતીઓને મુક્ત કરવામાં આવી છે જયારે બે ગ્રાહકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે જાહેર થયેલ વિગતો મુજબ જામનગરના અંધાશ્રમ આવાસ કોલોનીમાં બ્લોક નંબર 45 ના રૂમ નંબર 1 માં વસવાટ કરતી નીતા વાળા નામની મહિલા તેના રહેણાક મકાને બહારના રાજ્યમાંથી યુવતીઓને બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવતી હોવાની માહિતી પરથી સ્થાનિક ગુન્હા શોધક શાખાએ દરોડો પાડી અન્ય રાજયમાંથી મહિલાઓ બોલાવી, પોતાના મકાનમા રાખી, શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપી, વેશ્યામગીરીનો ધંધો કરાવી, સ્ત્રી સાથે બહારથી પુરૂષ ગ્રાહકોને બોલાવી શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપનાર મહિલા નીતા મહેન્દ્ર વાળા ઉપરાંત શરીરસુખ માણવા આવેલ બે ગ્રાહકો સલીમ મનસુરી અને નીખીલ જયદેવન ઓટા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.