Mysamachar.in-સુરત
સુરત શહેરની બે હોટેલોમાં પોલીસે દરોડા પાડી ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે, ગ્રાહક દીઠ 7000 રૂપિયા વસુલ કરવામાં આવતા હતા, સુરત શહેરના સ્ટેશન વિસ્તારમાં લાલ દરવાજા નજીક આવેલી હોટલ વિનસ અને રોયલ સ્ટારમાં ચાલતા કૂટણખાનું પોલીસે બાતમીના આધારે રેડ કરતાં 14 લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે. જ્યારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. કૂટણખાનું ચલાવનારા ગ્રાહકો પાસેથી 7000 રૂપિયા લેતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે હોટલ વિનસમાં બહારથી લલનાઓ બોલાવીને દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે.
જેથી પોલીસે ઉના પાણી રોડ ખાતે આવેલી હોટલ વિનસ તથા હોટલ રોયલ સ્ટારમાં રેડ કરી હતી. હોટલ વિનસ તથા હોટલ રોયલ સ્ટારમાંથી નવ લલનાઓ સાથે હોટલ વિનસ તથા હોટલ રોયલ સ્ટારમાં ચાલતુ કૂટણખાનું ઝડપી લીધું હતું. હોટલના મેનેજર સંચાલકો તથા ભાડે રાખનાર માલિક દલાલો સાથે મળી તેઓ બહારથી લલનાઓ બોલાવી ગ્રાહકોને શરીર સુખ માણવા સવલતો પુરી પાડતા હતાં. કૂટણખાનામાંથી ઝડતી દરમિયાન 45,370 રૂપિયા રોકડા તથા મોબાઈલ નંગ 21 જેની અંદાજિત કિંમત 1,49,500 તેમજ કોન્ડમ પેકેટ નંગ 9 સાથે કુલ 1,94,870નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. લલનાઓની પૂછપરછ કરીને તેમને મુક્ત કરવામાં આવી છે.