Mysamachar.in-જામનગર:
જામનગર ગ્રામ્ય બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી આ બેઠક કોંગ્રેસના કબ્જામાં રહી હતી,પણ આ બેઠકના કોંગી ધારાસભ્યએ રાજીનામું આપતા આ બેઠક પર પેટાચુંટણી યોજાઈ હતી,જેમાં આજે થયેલ મતગણતરીમા આ બેઠક પરથી કોંગ્રેસનો સફાયો થયો હોય તેમ ભાજપના રાઘવજી પટેલે જામનગર ગ્રામ્ય બેઠક પર મેદાન મારી લીધું છે,આજે સવારથી ઓશવાળ સ્કુલ ખાતે જામનગર ગ્રામ્ય બેઠક માટે મતગણના શરૂ થઇ હતી,જેમાં અંતે રાઘવજી પટેલ ૩૩,૦૦૦ થી વધુ મતોથી વિજેતા થયા છે,જયારે પેરાશુટ કહેવાતા હતા તે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ સભાયાની કારમી હાર થઇ છે..


