Mysamachar.in-જામનગર
સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર દૂર કરવાની ભલે ગુલબાંગો પોકારવામાં આવતી હોય પરંતુ હકીકતે ટેબલનીચે થતો વહીવટ કેટલી હદે સમગ્ર રાજયમાં વ્યાપી ચૂક્યો છે તેના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે,થોડા દિવસો પૂર્વેજ અમદાવાદના એક પોલીસ મથકમાં રિક્ષાચાલક ના પરિવાર પાસેથી ૫૦૦ રૂપિયાની લાંચ લેતો હોવાનો વિડીયો વાઇરલ થતાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો,આ ઘટના તાજી છે ત્યાજ એસ.ટી.વિભાગમાં એક કર્મચારીની બદલીને લઈને કથિત વહીવટની ઓડિયો ક્લિપ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એસ.ટી.વિભાગમાં વાઇરલ થતાં ચર્ચાઓનો દૌર શરૂ થયો છે,
સૂત્રોમાથી મળતી વિગત મુજબ જામનગર જીલ્લામાંથી દ્વારકા જીલ્લામાં કંડક્ટરની બદલી માટે વહીવટની વાતચીતના ઓડિયોમાં 5 હજાર આપવા મામલે આંગડિયા મારફત નિર્ધારિત એડ્રેસ પર મોકલવાની વિગતોનો સંવાદ સાંભળવા મળે છે,ઓડિયો ક્લીપમાં વારંવાર જામનગર એસ.ટી.ની એક મહિલા અધિકારીના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને કંડક્ટર દ્વારા સામેની વ્યક્તિ સાથે પૈસા પહોચાડવા માટે વાતચીત કરતાં હોવાનો સમાવેશ થાય છે…ત્યારે આ ઓડિયો ક્લીપ મારફત જામનગર એસ.ટી.ડિવિજનમાં બદલીના નામે થતાં વહીવટની પોલ ખોલી છે, આ ઓડિયો ક્લીપની my samachar.in ન્યુઝ પોર્ટલ પુષ્ટી કરતું નથી,
જામનગર એસ.ટી.ડિવિજનમાં વિભાગીય નિયામક જિગ્નેશ બુચ પર જાતિય સતામણી કેસ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટના વિભાગીય નિયામક જેઠવાને જામનગરનો ચાર્જ સોપવામાં આવ્યો છે અને બદલી કરવાની તમામ સતા ડી.સી.પાસે હોવાનું જાણવા મળે છે ત્યારે જામનગર ડીવીઝનમા કોના નામે કોણ વહીવટ કરતું હશે તે તપાસનો વિષય આ ઓડિયો ક્લીપ પરથી બન્યો છે,
શરમ ની વાત તો એ છે કે જામનગર દક્ષિણ બેઠક પર થી ચુટાયેલા અને જેની પાસે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી નો હવાલો છે તે આર.સી. ફળદુના જીલ્લામા જ એસ.ટી.વિભાગની આ ઓડિયો ક્લીપે ધૂમ મચાવતા હાલ જામનગર એસ.ટી.ડિવિજનમાં ચાલતા કથિત બદલીના વહીવટની ઓડિયો ક્લીપ વાઇરલ થતાં એસ.ટી.વિભાગના કર્મચારીઓમાં ચકચાર જાગી છે.