Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસું સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બે દિવસના ટૂંકા સત્રમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, ત્યારે વિધાનસભામાં પૂછવામાં આવેલ ખાદ્યતેલોના ભાવ વધારા અંગેનો પ્રશ્ન રજુ થયો હતો જેમાં છેલ્લા 1 વર્ષમાં સીંગતેલ, કપાસિયા તેલ તથા પામોલિન તેલમાં ભાવ વધારા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં સરકારે સીંગતેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 18 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 32 રૂપિયા અને પામોલિન તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 19 રૂપિયાનો વધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ માટે કાચા માલની અછત, મજૂરોની સમસ્યા, પરિવહન મુશ્કેલીઓના કારણે તેલના ભાવ વધ્યાનો સરકારે સ્વીકાર કર્યો હતો.