Mysamachar.in-ખંભાળિયા:
ખંભાળિયા પંથકમાં લોકસંપર્ક અર્થે આવેલા પૂનમબેન માડમને ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરમાં સન્માનીત કરવામાં આવ્યા હતા,આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના ભરાણા (વાડીનાર), કંડોરણા (બજાણા), હરસિદ્ધિ નગર (હર્ષદપુર) તથા શક્તિનગર વિસ્તારોમાં પુનમબેન નો પ્રવાસ યોજાયો હતો જેમાં ઐતિહાસિક સંખ્યામાં જનમેદની સ્વયંભૂ ઉમટી પડી હતી,

આ સાથે બેઠક રોડ પર આવેલ રાજપુત સમાજની વાડી ખાતે ખંભાળિયા શહેર, સંગઠન નું ખાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા શહેર, તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો સાથે ખંભાળિયા શહેરના ભાઈઓ તથા બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,આ સંમેલનના પ્રારંભમાં ખંભાળિયાના પ્રતિષ્ઠિત આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં મુળુભાઈ બેરા, મેઘજીભાઈ કણજારીયા, જયેશભાઈ ગોકાણી,પી.એમ.ગઢવી,કિરીટભાઈ ખેતીયા, પરાગભાઈ બરછા, ફાલ્ગુનીબેન વ્યાસએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય માં ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિઓ વર્ણવી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની દૂરંદેશી સાથે દેશના ઐતિહાસિક વિકાસ ની ઝાંખી વર્ણવી હતી,
પૂનમબેન માડમે પોતાના ચોટદાર વક્તવ્યમાં રાજકીય રીતે વિશ્વના સૌથી મોટા પક્ષ એવા ભાજપમાં પ્રવેશી લોકસેવા પ્રત્યે પર્દાર્પણથી ઐતિહાસિક લીડ માટે ખંભાળિયાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ લીડ માટે આ પંથકના લોકોને શ્રેય આપ્યો હતો,

લોકસભાની જાહેર થયેલ સામાન્ય ચૂંટણી અન્વયે સમગ્ર હાલાર પંથકની જનતામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમની લીડના સંપૂર્ણ વિશ્વાસ સાથે તેમને વ્યાપક આવકાર સાંપડી રહ્યો છે, રાજકીય ક્ષેત્રે ખંભાળીયાથી પાપા પગલી ભરી ખંભાળિયાના ધારાસભ્ય તરીકે ઐતિહાસિક લીડથી વિજેતા બનેલા ભારતીય જનતા પાર્ટીના જાગૃત અને હંમેશા સક્રિય સૈનિક એવા પૂનમબેન માડમ વર્ષ 2014માં સાંસદ તરીકે ચૂંટાઈને સમગ્ર દેશમાં જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ રોશન કર્યું છે આ સાથે સમગ્ર હાલાર પંથકને અને સેવાઓ સુવિધાઓ પ્રાપ્ત થવા પાછળ પુનમબેન માડમ નો સિંહફાળો લોકોની આંખે ઉડીને વળગે તેવો બની રહ્યો છે,આગામી તારીખ ૨૩ એપ્રિલના રોજ યોજાનાર ૧૨ જામનગર સંસદીય ક્ષેત્રની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂનમબેન માડમને રીપીટ કરવામાં આવતા ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેવોને આવકાર સાંપડયો છે,છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા તથા મુખ્ય મથક ખંભાળિયા અને અનેકવિધ સુવિધાઓ મળતા હાલ લોક સંપર્ક માટે નીકળતા પૂનમબેન માડમ અને સાર્વત્રિક અને ઐતિહાસિક આવકાર લોકો આપી રહ્યા છે,

અગાઉના વર્ષોમાં જેની નોંધ નહોતી લેવાતી તે જામનગર જિલ્લાને છેલ્લા પાંચ વર્ષમાં રેલવે રોડ હોસ્પિટલ સહિતની અનેક મહત્વની સુવિધાઓ સાંપડી છે છેવાડાના આ જિલ્લાને ૪ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ મળ્યા છે, જેનો શ્રેય પણ એક સફળ સાંસદ તરીકે પૂનમબેન માડમને જાય છે,આ સાથે કોંગ્રેસમાં નેતૃત્વ અને નિષ્ઠા તથા દિશાના અભાવ અંગે લોકો ને માહિતગાર કરી તેઓ જાણે પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્થિત થયું હોવાની વાત પણ પૂનમબેને કરી, આ ઉપરાંત અન્ય પક્ષોના મહાગઠબંધનને મહાઠગબંધન ગણાવી તેઓના વડાપ્રધાનપદના ઉમેદવાર અંગે પણ હજુ અવઢવ હોવાનું વધુમાં જણાવ્યું હતું,વિવિધ મંડળો, એસો., આગેવાનો દ્વારા પુનમબેનનું કરાયું ભવ્ય સન્માન
સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યોથી ખંભાળિયા પંથકના તમામ મંડળો તથા સમાજ પ્રભાવિત થયા છે. આ સંમેલન દરમિયાન ખંભાળિયા નગરપાલિકાના સદસ્યો સ્ટાફ દ્વારા તેમજ સતવારા સમાજ, રાજપૂત સમાજ, લોહાણા સમાજ, રઘુવીર સેના, સમસ્ત બ્રહ્મ સમાજ, સોની સમાજ, ગુર્જર સુથાર જ્ઞાતિ સમાજ, વાણંદ સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ, વણિક સમાજ, પ્રજાપતિ સમાજ, વાંઝા દરજી જ્ઞાતિ, ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ, ગુગળી જ્ઞાતિ સમાજ, સહસ્ત્ર ઔદિચ્ય બ્રહ્મ સમાજ, ખંભાળિયા શહેર યુવા મોરચા, આહીર સમાજ, ગઢવી સમાજ, ખંભાળિયા શહેર ભાજપ મહિલા મોરચા, શહેર લઘુમતી મોરચો, ચેમ્બર ઓફ કોમર્સ, વૈષ્ણવ સમાજ,ઓઇલ મીલ એસો.,જિલ્લા પેટ્રોલ પંપ એસો., રિટેલ વેપારી એસો., ગ્રેઇન મર્ચન્ટ એશો., મોબાઈલ ગ્રુપ, ફટાકડા એશો., જીલ્લા મિનરલ એશો., દશનામ ગોસ્વામી સમાજ, ગાયત્રી ગરબા મંડળ, જલારામ સત્સંગ મંડળ, દ્વારકાધીશ પદયાત્રી સેવા સંઘ, સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ, સકીર્તન મંદિર, શ્રીરામ સેના, રેડ ક્રોસ સોસાયટી, ડોક્ટર એશો, રેવન્યુ વકીલ મંડળ, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ, લેડીઝ મેમ્બર અને મહિલા મંડળ, રામનાથ સોસાયટી મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ, મેટલ એશો., લઘુમતી સમાજ, સોની મહાજન વગેરે એસોસિએશન,મંડળોએ પૂનમબેન માડમ નું સન્માન કરતા તેઓએ કૃતજ્ઞાતા વ્યક્ત કરી હતી,

આ સંમેલનમાં ભાજપ પ્રમુખ મનુભાઈ મોટાણી, ચૂંટણી ઇન્ચાર્જ અનિલભાઈ તન્ના, રાજુભાઈ ધ્રુવ, મહિલા મોરચાના કાર્યકરોની નોંધપાત્ર જહેમત સાથે નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લ, વિરપાલભાઈ ગઢવી, દિનેશભાઈ દતાણી, હરિભાઈ નકુમ, મયુરભાઈ ગઢવી, નગરપાલિકાના સદસ્ય વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂનમબેન માડમ ને ઐતિહાસિક લીડથી જીત મળે તે માટેની ખાતરી સાથે તત્પરતા દર્શાવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ ધ્રુવએ કર્યુ હતું.

શિવસેના જનતાદળ વગેરેના કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા
ખંભાળિયાના રાજપૂત સમાજની વાડી ખાતે યોજાયેલા આ સંમેલનમાં ભાજપના લોકાભિમુખ અભિગમ સાંસદ પૂનમબેન માડમની જાગૃતિ સાથે સેવાના વીઝનને ધ્યાને લઇ નગરપાલિકાના અગ્રણી વજુભાઈ દતાણી, ખાખરડા ના ઉપસરપંચ હરદેવસિંહ બળવંતસિંહ જાડેજા, જનતાદળના અમુભાઈ બરછા તેના મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા, આ ઉપરાંત ખંભાળિયા શિવસેના પ્રમુખ પ્રવિણભાઈ ઠાકરે તેમના ૨૦૦ જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈને પૂનમબેન માડમના હસ્તે કેસરિયા ખેસ ધારણ કર્યા હતા.
