Mysamachar.in-જામનગર:
લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રચાર કરીને લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધું છે,ત્યારે પાટીદારોનું જબરુ વર્ચસ્વ ધરાવતી કાલાવડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલ ને મેદાનમાં ઉતારીને રવિવારે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, સવારે કાલાવડ અને સાંજે ધ્રોલ તાલુકાના લતીપુર ગામે પણ હાર્દિક પટેલની સભામાં વિશાળ સંખ્યામાં કાર્યકરોની સાથો-સાથ ખેડૂત આગેવાનો સમગ્ર તાલુકામાં થી ઉમટી પડયા હતા,

જામનગર જિલ્લામાં જામજોધપુર બાદ પાટીદાર ના સૌથી મોટા ગઢ માનવામાં આવતા કાલાવડ ખાતે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં રવિવારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ જંગી જાહેરસભા ગજવી હતી,તો બીજી તરફ કોંગ્રેસે મોટું ઓપરેશન પાર પાડ્યું હોય તેમ કાલાવડ ખાતે યોજાયેલ સભામાં ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટાબહેન નયનાબા જાડેજા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ચુક્યા હતા,સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ અને ઓબ્ઝર્વર અજય તોનગડેએ કોંગ્રેસમાં જોડાનાર બનેનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું,અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજા હજુ તો થોડાસમય પૂર્વે જ ભાજપમાં જોડાયા છે,ત્યારે ગઈકાલે રવિન્દ્રસિંહના પિતા અને બહેન કોંગ્રેસમા જોડાઈ જતા જીલ્લાના રાજકારણમાં નવા સમીકરણો બનવાની શરૂઆત થઇ ચુકી છે,પિતા પુત્રીના જોડાવવાથી કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત બનતા જિલ્લામાં એક બાદ એક વાતાવરણ કોંગ્રેસ તરફેણમાં જામતું જતું હોય તેવો ગામે-ગામ માહોલ સર્જાઈ રહ્યો છે,

કાલાવડ ખાતે યોજાયેલ કોંગ્રેસની જંગી જાહેરસભામાં સમગ્ર તાલુકામાંથી ખેડૂત વર્ગ કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને યુવા પાટીદાર આગેવાન હાર્દિક પટેલને સાંભળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા,ત્યારે વિશાળ સભામાં હાર્દિક પટેલે પણ ભાજપ પર ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કરીને જણાવ્યું હતું કે 2019 ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની નથી,પરંતુ આ લડાઈ ભાજપ અને ખેડૂતોની છે,કાલાવડ વિસ્તારમાં ખેડૂતો વધુ દુઃખી છે, ૭/૧૨ ના દાખલા કઢાવવા માટે પણ પૈસા આપવા પડે છે, ખાતરમાં ભાવ વધારા સામે ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી અધૂરામાં પૂરું સરકારે પાકવીમામા સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને ખેડૂતો પાસેથી પ્રીમિયમ ઉઘરાવીને નજીવો વીમો પાસ કરી વીમા કંપનીઓએ 15,000 કરોડ નું કોભાંડ કર્યાનો સનસનીખેજ આક્ષેપ કરતાં સભામાં સન્નાટો ફેલાઈ ગયો હતો,

હાર્દિક પટેલે કહ્યું કે માલ્યા બેંક લૂંટી જાય પરંતુ ખેડૂત જો પાકધિરાણના કે ટ્રેક્ટરની લોન ભરવામાં નિષ્ફળ જાય તો પરેશાન કરવામાં આવે છે,એ સહિતના કેટલાય કારણો છે જેને લઈને ખેડૂતો આપઘાત કરવા મજબુર બની રહ્યાની વાત પણ હાર્દિકે સભામાં કરીને આ આક્રોશ આગામી લોકસભાની ચૂંટણી સાથોસાથ જામનગર ગ્રામ્ય ચૂંટણી હોય તેમાં ઠાલવીને જવાબ આપજો તેમ કહીને રાધવજી પટેલ ઝેરીલો માણસ છે તેનું કામ નડવાનું છે આ વખતે સગા-સંબંધીઓને મિત્ર વર્તુળને કામે લગાડીને ભાજપને ઠેકાણે પાડી દેવા હાર્દિક પટેલે સભામાં હાજર સૌ કોઈ ને હાકલ કરી,કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ સભા સ્થળે પહોચતા પૂર્વે જામનગર તેમજ કાલાવડમા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ સભાસ્થળે પહોચ્યા હતા,અને પોતાના સંબોધનની શરૂઆતમા બંધારણ ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને ગઈકાલે તેમની જન્મ જયંતી નિમિત્તે તેમજ ભગવાન શ્રીરામની જન્મ જયંતી નિમિત્તે વિશાળ જનમેદનીને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી,અને સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું હતું કે આ ચૂંટણી જંગ હાર્દિક પટેલ જેવા લડાયક અને ઉત્સાહી યુવા નેતાની આગેવાની હેઠળ લડવા નીકળ્યો છું ત્યારે ખાતરી આપું છું કે હું સાંસદ તરીકે નહીં કાર્યકર તરીકે કામ કરીને ખેડૂતપુત્ર હોવાથી કોઈપણને નીચા જોણું નહી થાય તેવો વિશ્વાસ આપીને ખેડૂતો પાટીદારો મજબુત થાય તેના માટે આ ચૂંટણી જંગ છે,જેમાં જંગી મતદાન કરીને તમારી સરકાર બનાવવાનો કોલ મુળુભાઇ એ આપ્યો હતો,

મોદી સરકાર આવશે તો ઓક્સિજન (હવા) ના પણ પૈસા પ્રજાને ચૂકવવા પડશે તેમ કહીને મોંઘવારી,ટેકસ,નોટ બંધી, કાળુ નાણું સહિતના મામલે ભાજપ પર આકરા પ્રહારો કાલાવડ સભામાં દિલ્હીથી નિમાયેલા એઆઈસીસીના જામનગર જિલ્લાના લોકસભા ચૂંટણીના પ્રભારી અજય તોનગડે કર્યા હતા,જ્યારે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ જેનીબેન ઠુંમ્મરે પણ કાલાવડ સભાને ગજવતા કહયુ હતું કે, આ સરકારે પાટીદારો પર કેવો અત્યાચાર કર્યો છે,તે બધા જાણે છે તેના સાક્ષી હાર્દિક પટેલ છે અને પ્રજાના ચુકાદા સામે ભાજપ ખરીદ વેચાણ સંઘ ખોલી ને તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને ધારાસભ્યને કરોડો રૂપિયાના ખરીદી કરીને પ્રજાની અને લોકશાહીની ની મજાક ઉડાવી રહ્યા છે,ત્યારે કાલાવડની જનતા સ્વચ્છતાના હિમાયતી એવા મોદીજીના કમળના બટનને ગંદુ થવા દેતા નહીં તેમ પણ કહ્યું,

ગુજરાતમાંથી ક્રાંતિની શરૂઆત કાલાવડ થી થઈ છે તેવુ જણાવીને કાલાવડ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણ મુછડીયા એ વધુમાં જણાવ્યું હતું કે વર્ષોથી ભાજપનો ગઢ કાલાવડ રહ્યું છે પાટીદાર સમાજ મતો આપ્યા તેની સામે હાર્દિક પટેલ યુવાનોને રોજગારી શિક્ષણ માટે લડત ચલાવી તો ભાજપે અત્યાચાર ગુજાર્યો ની યાદ તાજી કરાવી હતી,

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ એ પણ સંબોધન સાથે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ પાટીદાર સમાજનું ઘરેણું છે તો કોંગ્રેસ માટે દાગીના સમાન છે તેમ કહીને મનમોહનસિહ સરકાર સમયે હું સંસદ હતો ત્યારે ખેડૂતોના દેવા માફ થયા છે,તેની સામે ભાજપ વચન આપીને પણ ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે,

કાલાવડ વિસ્તાર ના વતની અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જે.ટી પટેલે પણ મંચ પરથી ભાજપને પડકાર ફેંકીને જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના ૯ સભ્યો ભલે લઈ ગયા પરંતુ તેમને રાજીનામુ આપીને ફરીથી ચૂંટણી લડાવો એક પણ સભ્ય ચૂંટાઈતો કાલાવડના તમામ કોંગ્રેસના આગેવાનો મેદાન છોડી દેશે તેવો ભાજપને પડકાર ફેંક્યો હતો.

કાલાવડ ખાતે કોંગ્રેસની જાહેર સભા પૂર્વે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મર ના હસ્તે કાલાવડ તાલુકા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો કાર્યકરો ની હાજરીમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરાજી રોડ ખાતે જંગી જાહેર સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી,જામનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુમ્ભરવડીયા, કોંગ્રેસ અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, જામનગર જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ગીતાબેન ગઢિયા જામનગર જીલ્લા પંચાયત બાળકલ્યાણ અને આરોગ્ય સમિતિના ચેરમેન રેખાબેન ગજેરા, જીલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન સુમિત્રાબેન સાવલિયા જિલ્લા પંચાયતના સદસ્ય જે.પી. મારવીયા,

ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા, જિલ્લા પંચાયતના સદસ્ય માલતીબેન ભાલોડીયા, જીલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન દયાબેન રાઠોડ, કાલાવડ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ફાલ્ગુનીબેન સોજીત્રા, કાલાવડના એડવોકેટ અને કોંગ્રેસ અગ્રણી સાજીદભાઈ બ્લોચ, રજાકબાપુ,એડવોકેટ અને કાલાવડ કોંગ્રેસના અગ્રણી હનીફભાઇ ઘાડા, કાલાવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવદાનભાઈ જારિયા, કાલાવડ કોંગ્રેસના અગ્રણીઓ દોસમામદભાઈ હાલાણી, કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વસંતભાઈ ગિણોયા, કાલાવડ શહેર કોંગ્રેસ પ્રમુખ આર.આઈ.જાડેજા વગેરે આગેવાનો, કાર્યકરો ખેડૂત આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,

કલ્યાણપૂર તાલુકા પંચાયતમાં સર્જાયું ભંગાણ, ૭ સદસ્યો કોંગ્રેસમાં…
દેવભૂમિ દ્વારકા જીલ્લામા લોકસભાની ચૂંટણીને લઈને ભારે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે, ત્યારે જામકલ્યાણપુર તાલુકા પંચાયતના 7 સભ્યો કોંગ્રેસમા જોડાતા ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાયું છે અને કુલ 24 સદસ્યોમાંથી કોંગ્રેસનું સંખ્યાબળ 13 થતા સત્તા પરીવર્તનના સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે અને કોંગ્રેસની છાવણીમાં ખુશીની લહેર તો ભાજપની છાવણીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે….દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાની જાહેરસભા, મુલાકાત, પ્રવાસ દરમ્યાન લોકો આવકાર સાથે સમર્થન આપી રહ્યા છે, ત્યારે કલ્યાણપુર તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાતાની સાથો સાથ કોંગ્રેસની ફેવરમાં સ્પીડ ગતિએ જનમતમાં વધારો જોવા મળી રહ્યો છે,ત્યારે મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં તાલુકા પંચાયતના સભ્યો ગયા હતા, પરંતુ અસંતોષના કારણે તેઓ ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરીને જોડાઈ ગયા છે, જેમાં ભાયાભાઇ માડમ,વજસીભાઇ વરૂ, રંભીબેન પીઠાભાઇ સૂવા,વસીમાબાનૂ ,ભીમા ડાભી, મણીબેન ડાભી, કુંવરબેન ડુવા વગેરે પંચાયત સભ્યો ટેકેદારો સાથે કોંગ્રેસમા જોડાવવાથી કલ્યાણપૂર તાલુકામાં કોંગ્રેસનો ગઢ વધુ મજબૂત બન્યો છે અને ભાજપને ફટકો પડતા લોકસભાની ચૂંટણી પર તેની સીધી જ અસર જોવા મળશે.
