Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના સિક્કામાં આવેલી DCC નામની સિમેન્ટ કંપની હાલ દરિયાકિનારે જે જેટી ધરાવે છે તે જેટીના મજબૂતીકરણ તથા વિસ્તૃતિકરણ માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ કામગીરીઓ માટે GPCBના નિયમો અનુસાર કંપનીએ જાહેર સુનાવણીઓ યોજવી પડે. આ કામગીરીઓ શરૂ થઈ ગઈ છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જણાવે છે કે, આ કંપની હાલ જે જેટી ધરાવે છે તે જેટી મજબૂત બનાવવા માટે તથા આ બર્થની કેપેસિટી 4 મિલિયન ટનથી વધારીને 10 મિલિયન ટન કરવાની કામગીરીઓ થશે. જે લોકોને આ કામગીરીઓથી અસરો પહોંચતી હોય તે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાઓ આ સુનાવણીઓમાં હાજર રહી શકે, રજૂઆત કરી શકે. આ સુનાવણીઓ ડીસીસી કંપનીના ઓપન પ્લોટ ખાતે યોજાશે. કાર્ગો મિક્સ માટેની જે જેટી છે તેની કેપેસિટી પણ વધારવાની હોય, તેની સુનાવણી 4 નવેમ્બરે થશે. આ અંગે કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, જામનગરમાં અરજીઓ આપવામાં આવી છે.