Mysamachar.in-વલસાડ:
એક વખત રાજ્યનાં મુખ્યમંત્રી ખુદ જાહેરમંચ પરથી બોલ્યા હતા ઈ સૌથી ભ્રસ્ટ ખાતું પોલીસ ખાતું અને ગૃહ ખાતું છે, તેમાં અમુક પોલીસ કર્મચારીઓ અને અધીકારીઓની લાવ લાવની નીતિને કારણે ઈમાનદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ બદનામ થવાનો વારો આવતો હોય છે, એવામાં એક પીએસઆઈ એવા તો એસીબીની ઝપટે ચઢી ગયા પણ તેણે જે લાંચ પેટે જે વસ્તુઓ લીધી તે ચોકાવનારી છે, ત્યાં સુધી પણ પીએસઆઈનું પેટ ના ભરાતા વધુ એક લાખ લેવા ગયા અને ફસાવાનો વારો આવ્યો છે, વલસાડ જીલ્લાના ચલા પોલીસ ચોકી, વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેત્ર તરીકે ફરજ બજાવતા પી.એલ.દાફડા આજે એસીબીને હાથ એક લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.
આ કેસમાં ફરીયાદીની મેડીકલ એજન્સીમાં અગાઉ નોકરી કરી ગયેલ કર્મચારીના મિત્ર સાથે ભાગીદારીમાં મેડીકલ દવાનો હોલસેલ ધંધો ફરિયાદી શરૂ કરવાના હતા અને કર્મચારીના મિત્ર રાજસ્થાન ગયેલ અને રાજસ્થાનના પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનામાં સંડોવાઈ જતાં તેમણે ફરિયાદીને વોટ્સ એપ કોલ કરી ફરિયાદી પાસે રૂપિયા દસ લાખની માંગણી કરતા ફરિયાદીએ આપવાની ના પાડેલ. જેથી કર્મચારીના મિત્રએ ફરિયાદીની મેડીકલ એજન્સીના નામે ખોટાં-ખોટાં લેટર પેડો બનાવી આ કેસના ફરિયાદીના નામની ખોટી સહીઓ કરી તેની પાસેથી પાસે રૂપિયા વીસ લાખની માંગણી કરેલ અને રૂપિયા ન આપે તો ફરિયાદીને ખોટાં કેસમાં ફસાવી દેવાની તેમજ તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં તેણે આ અંગે કર્મચારીના મિત્ર વિરૂધ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપેલ. જે અરજીની તપાસ આ કામના આરોપી એટલે કે પીએસઆઈ દાફડા કરી રહેલ હતા
આ બાબતે એસીબીના કેસમાં ફરિયાદી બનેલ ફરિયાદીની એફ.આઇ.આર. દાખલ કરવાના અવેજ પેટે આરોપી પીએસઆઈએ તેની પાસેથી રૂ.5,00,000/- લાંચની માંગણી કરેલ. જેમાંથી આરોપીએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે રૂ.4,00,000/- અગાઉ લઇ લીધેલ તેમજ આરોપીએ અરજી ઉપરથી એફ.આઇ.આર. દાખલ કરેલ તેના બદલામાં ફરિયાદી પાસેથી 1-એ.સી, 1-ફ્રિઝ, 2-સેટી, 2-ગાદી, 1-કબાટ, 1-ગીઝર મળી કુલ કિં.રૂ.86700/- ની ચીજ-વસ્તુઓ લીધેલ અને આ ઉપરાંત રૂ.1,00,000/- લાંચની રકમની માંગણી કરતા હોય જે લાંચની રકમ ફરીયાદીશ આપવા માંગતા ન હોય જેથી તેણે ફરિયાદ એસીબીમાં આપેલ જે ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી હેતુલક્ષી વાતચીત કરી રૂા.1,00,000/- રકમની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે.