Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા હજુ તો ઉનાળાની શરૂઆત નથી થઇ ત્યાં જ પાણીની સમસ્યા વિકરાળ બની રહી હોય તેમ આજે વોર્ડ નંબર ૧૬ હેઠળ આવતા અમુક સ્થાનિકોએ પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને મુદ્દે ચક્કાજામ કરી અને વિરોધ દર્શાવ્યો હતો,
પાણી આપો…પાણી આપો…ના સૂત્રો સાથે આજે બપોરના સુમારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬ના પટેલનગર, મહાવીરનગર, સહિતના વિસ્તારના લોકોએ હર્ષદમીલની ચાલી નજીક રોડ પર ચક્કાજામ કરી અને પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ સાથે થાળી વગાડીને સૂત્રોચ્ચારો કર્યા હતા,
હજુ તો ઉનાળાની શરૂઆત નથી થઇ ત્યાં જ સ્થાનીકો ને પાણી સહિતના પ્રશ્નો અહી વર્ષોથી છે, છતાં પણ તંત્ર દાદ આપતું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અંતે આજે કંટાળી ચૂકેલા સ્થાનિકોએ મોટી સંખ્યામાં ચક્કાજામ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે દરરોજ પાણી વેચાતું લઇ અને ચલાવવું પડે છે,
કલાકો સુધી પ્રાથમિક સુવિધાઓ મેળવવા રસ્તા પર ઉતરેલા લોકો રસ્તાઓ બને તરફ થી ચક્કાજામ કરી દેતા અંતે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી,અને જે બાદ સ્થાનિકો કોર્પોરેટર ની ઓફીસ ખાતે પહોચ્યા હતા,જ્યાં સ્થાનિક કોર્પોરેટર યુસુફ ખફી દ્વારા હૈયાધારણા આપવામાં આવતા ચક્કાજામ પૂર્ણ કરવામાં આવ્યો હતો,
હજુ તો ઉનાળાની શરૂઆત નથી થઇ ત્યાં જ જો જામનગરમા આવા દ્રશ્યો પાણી સહિતની સુવિધાઓને મુદ્દે જોવા મળી રહ્યા હોય તો જયારે કાળઝાળ ગરમીમાં કેવી સ્થિતિની નિર્માણ થશે તે પણ જોવું રહેશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.