Mysamachar.in:જામનગર
જામનગરમાં દાયકાઓ બાદ હાલમાં લોકસભા ચૂંટણીઓ અગાઉ, હાલના ST ડેપોના સ્થળે નવા ST ડેપોનું નિર્માણ કરવાનું મુહૂર્ત આવી પહોંચ્યું છે. જેનું ખાતમુહૂર્ત આજે છે અને સતાધીશો આજે વચન આપી રહ્યા છે કે, અહીં રૂ. 14.48 કરોડના ખર્ચથી નવો ડેપો નિર્મત થશે.
સરકારે આ માટે ખર્ચ સહિતની આંકડાકીય માહિતી અને વિગતો જાહેર કરી છે. કુલ રૂ. 1,448.25 લાખના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. કુલ 17,263 ચો.મીટર જમીન પર બાંધકામ થશે. ગ્રાઉન્ડ ફ્લોર પર 3,375 ચો.મિટર માં બાંધકામ કરી, 13 પ્લેટફોર્મ બનાવવામાં આવશે. મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટીંગ હોલ, બુકિંગ તથા રિઝર્વેશન વિભાગ, વિદ્યાર્થીઓ માટે પાસ પૂછપરછ,
TC રૂમ, VIP વેઈટીંગ રૂમ, લેડીઝ તથા જેન્ટસ કર્મચારીઓ માટે રેસ્ટ રૂમ, બેબી ફીડીંગ રૂમ, કિચન સાથે કેન્ટીન, વોટર રૂમ અને વોશ રૂમ ઉપરાંત પુરુષ, મહિલા અને દિવ્યાંગ માટે શૌચાલય, કુલ 4 સ્ટોલ, ઈલેક્ટ્રીક રૂમ, પાર્સલ રૂમ બનાવવામાં આવશે. ઉપરાંત ફ્રન્ટ સાઈડમાં અન્ય 9 સ્ટોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ માળે ડ્રાઇવર કંડક્ટર રેસ્ટ રૂમ (પુરુષ), પુરુષ શૌચાલય, પુરુષ લોકર રૂમ, મુસાફર પુરુષ તથા મહિલાઓ માટે શૌચાલય, પુરુષ તથા મહિલા ડ્રાઇવર કંડક્ટર માટેના અલગઅલગ રૂમ, ઓફિસ-2 તેમજ 8 શોપ બનાવવામાં આવશે.