Mysamachar.in:જામનગર:
જામનગરમાં આવેલી શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી સ્કૂલનું ધોરણ દસ અને ધોરણ બારનું બોર્ડનું પરિણામ ઉત્તરોતર વધી રહ્યું છે અને આ વખતે પણ ઘણું ગૌરવપ્રદ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું આવ્યુ છે જે માટે શિક્ષકો, આચાર્ય, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણઅધીકારી કચેરી તેમજ વહીવટી સ્ટાફ સૌની સંયુક્ત જહેમત છે. શ્રી રવિન્દ્રનાથ ટાગોરજી કહેતા કે કેળવણી એટલે માત્ર રોટલો કેમ રળવો તે જ નહી પરંતુ દરેક કોળીયો કેમ મીઠો કરી જાણવો તે છે. અને કહે છે ને કે શાળા પ્રયોગશાળા છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે….તે ખરૂ પુરવાર થયું છે.
આપણે ત્યાં જ્ઞાન મેળવનાર દીક્ષાર્થી કહેવાય છે વિષયવાર,વર્ગવાર, તબક્કાવાર જ્ઞાન મેળવતા મેળવતા દસ કે બાર કે પંદર વરસ થાય(જેવી વ્યવસ્થા) છે. તે દરેક વર્ષમાં અભ્યાસ કંઠસ્થ જ નહી હ્રદયસ્થ કરવાનો હોય છે જેથી જીવનભર તે અભ્યાસ ઉપયોગી થાય. સામાન્ય રીતે શિક્ષણ એટલે ભણતર જેમાં વાચન, લેખન અને ગણનનો સમાવેશ થાય છે. એ ત્રણ કરનાર શિક્ષિત ગણાય છે. અથવા તો શિક્ષણ એટલે સાક્ષરી વિષયોનું જ્ઞાન જેમાં ઉપર જણાવેલાં ત્રણ કૌશલ્યો – વાંચન, લેખન અને ગણન ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન વગેરે વિષયોના શિક્ષણનો સમાવેશ થાય છે.

આ તબક્કો એવો છે કે સમગ્ર વરસ અને વરસો સુધી શિક્ષકની કસોટી થાય છે કેમકે વિદ્યાર્થી તો કોરી પાટી છે બાદમા કઇક શીખે છે કઇક ભુલી જાય છે વળી યાદ રાખે છે ત્યારે શિક્ષકનો બહુ મહત્વનો રોલ આવે છે કે વિદ્યાર્થીને રૂચી મુજબ તેમની ક્ષમતા મુજબ યાદશક્તિ મુજબ મનોવૈજ્ઞાનીક ઢબ મુજબ સ્વાધ્યાય આપીને તેમ અનેક પ્રકારે ભણાવતુ જ રહેવુ પડે છે એ કાયમ કસોટી છે સુખદ બાબત એ છે કે શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ સ્કૂલમાં શિક્ષકો આચાર્ય તેમજ સહયોગી સ્ટાફ શિક્ષણ ને યજ્ઞ જ માને છે અને તે નિત્ય પ્રજવલિત રાખે છે
વિદ્યાર્થીને વાર્ષિક કસોટી એક જ વખત આવે છે અને એ અભ્યાસની સાથે જીવન ઘડતર કરે છે કેમકેજીવનમાં કસોટીઓ આવે તેમાંથી જ આપણે ઉભરી આવતા હોય છે તેમાંય વિદ્યાર્થી સમયમાં કસોટી આવે તેમાં ઓછા માર્ક આવે તો વધુ તૈયારી કરવાની કેમકે આ તૈયારીઓથી મન મક્કમ બને છે, આંકડાકીય રીતે જોઇએ તો ધોરણ બાર બોર્ડમાં 96 ટકાથી વધુ પરીણામ આવ્યુ છે એક જ વિદ્યાર્થી નાપાસ થયેલ છે. આ અગાઉ બે વર્ષ 80 ટકા તે પહેલા 70 ટકા પરિણામ ધોરણ બારનું બોર્ડનું સામાન્ય શાખાનું આ સ્કુલનુ આવ્યુ હતું. તેવુ જ ધોરણ દસના બોર્ડના પરિણામમાં થયુ છે જે અગાઉ 42 ટકા કે તેની આજુબાજુ આવતું હતુ તે આ વખતે 72 ટકા જેવુ પરીણામ આવ્યું છે.ખાસ કરી ને ન્યુસ્કુલ એ સરકારી શાળાનુ ગૌરવ વધાર્યુ છે અને એક સંદેશો વહેતો મુક્યો છે કે અનેકવિધ આયામોથી શ્રેષ્ઠ શિક્ષણ એ વિદ્યાર્થીઓની કારકીર્દી ઘડે છે.

મહત્વની વાત એ પણ છે કે ગુજરાત સરકાર તેમના હસ્તકની શાળાઓમા બાંધકામ સુવિધાઓ, સંશાધનો સ્ટાફ તેમજ વ્યવસ્થાઓ દેખરેખ વગેરે બધુ ગોઠવે છે અને ગ્રાન્ટ વગેરે નાણાકીય ખર્ચ કરે છે તેને શ્રી દિગ્વીજયસિંહજી સરકારી ન્યુ સ્કુલના વહીવટી સ્ટાફ થી માંડી સબસ્ટાફ શિક્ષકો આચાર્ય નિરીક્ષકો જિલ્લા શિક્ષણ અધીકારી તેમજ વિદ્યાર્થીઓ વાલીઓ સૌ એ તેમની કક્ષાએથી જવાબદારી સાર્થક કરી છે જે સૌના પરીશ્રમનું સંકલિત પરીણામ છે
જાણવા મળ્યા મુજબ ગતવર્ષના પ્રિન્સિપાલ કિરણબેન ગોહિલ અત્યારે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ બી.બી.કળસરિયા અન્ય શિક્ષકો એસ.એસ.કાસુન્દ્રા, આર.બી.ભાલારા , એચ.બી.ભોગાયતા , એસ.કે.પરમાર , કે.એચ.મકવાણા ઉપરાંત આ વર્ષના પરિણામ માટે બધા કાયમી શિક્ષકો ઉપરાંત પ્રવાસી શિક્ષક નિરાલીબેન જાડેજા સૌની જહેમત પ્રસંશનીય રહી છે.
જામનગર જીલ્લા શિક્ષણઅધિકારી બી.એન.વીડજાએ સરકારી ન્યુસ્કુલના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ તેમ સૌ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. દેખીતુ છે કે એક અધીકારી તરીકે વિડજા સ્ટાફને સતત ઇન્સ્પાયર કરતા હોય છે મોટીવેટ કરતા હોય છે જરૂર પડ્યે કોઇ ઉકેલ લાવવામાં મહત્વના માર્ગદર્શક બનતા હોય છે. આ તકે તંત્ર એ વિદ્યાર્થીઓ અને વાલીઓને અનુરોધ કર્યો છે કે સરકારી ન્યુ સ્કુલમાં ધોરણ નવ અને ધોરણ 11 માં પ્રવેશ મેળવે અને રાજ્ય સરકારની જહેમતને સાર્થક કરે.
