Mysamachar.in-પંચમહાલ:
લાંચ લેવાના કેસમાં વધુ એક વખત પોલીસખાતું ચમક્યું છે, અને પ્રોબેશનલ PSIએ એક ગુન્હામાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદીને સાનુકુળતાઓ કરી આપવા અઢી લાખની લાંચની માંગ કરી હતી જો કે તે પીએસઆઈ એક લાખની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યાની વિગતો એસીબીએ જાહેર કરી છે તે પ્રમાણે…
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકના પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાડે વોન્ટેડ આરોપીને ગુનામાં મારઝૂડ નહીં કરવા સાથે હેરાન નહીં કરવા અઢી લાખની લાંચની માંગણી કરી હતી જો કે પીએસઆઈથી ઝીરવાયુ નહિ અને ફરિયાદીને કહ્યું કે હોય તે લઇને આવી જા અને આમ લાંચ પેટે 1 લાખ લાંચની રોકડ લેતા એસીબી પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા.

હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાડ નોધાયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાની તપાસ કરતા હતા. ગુનામાં પીએસઆઈ આરોપી પાસે મારઝૂડ નહી કરવાના અને હેરાન નહી કરવા માટે રૂા. 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. ત્યાર બાદ આરોપીએ પીએસઆઇને 1 લાખ રૂપિયાની સગવડ થઇ ગઇ હોવાનું જણાવતા મેહુલ ભરવાડે આરોપીને જેટલા રૂપિયાની સગવડ થઇ હોય એટલા લઇ આવવા જણાવ્યું હતું.
જ્યારે આરોપીએ લાંચની રકમની આપવા ઇચ્છતા ન હોવાથી એસીબીને ફરીયાદ કરી હતી. આરોપીની ફરિયાદના આધારે રવિવારે લાંચના રૂા.1 લાખ હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન પર આપવા આવતા ગોધરા એસીબીના ઇન્ચાર્જ ફિલ્ડ પીઆઇ આર.બી. પ્રજાપતિ તથા એસીબી સ્ટાફના છટકામાં પીએસઆઇ મેહુલ ભરવાડ લાંચની રૂા.1 લાખની રકમ સ્વિકારતા રંગે હાથે પકડાઇ ગયા હતા. પીએસઆઇ સામે એસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
