Mysamachar.in-જામનગર
રાજ્યમાં કોરોના મહામારીને કારણે દિવસના રાજ્યમાં હજારો કેસ કોરોના પોજીટીવ આવી રહ્યા છે અમુક હોમ આઈસોલેટ, અમુક સરકારી તો અમુક ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે, ત્યારે ખાનગી હોસ્પિટલો મુખ્યમંત્રીએ કરેલ જાહેરાતનો સરેઆમ ઉલાળિયો કરી રહ્યાનો આક્ષેપ જામનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગી આગેવાન અલ્તાફ ખફીએ કર્યો છે. ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સરકારી હોસ્પિટલો ફૂલ થઇ જતા ગરીબ અને સામાન્યવર્ગના લોકોને કોરોનાની મોંઘી સારવાર ન પરવડતી હોવાથી ખાનગી હોસ્પિટલોમાં માંઅમૃતમ કાર્ડ હેઠળ સારવાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે.
પરંતુ હકીકત એ છે કે કોઈ ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર માં અમૃતમ કાર્ડ હેઠળ કરતી નથી. આથી આ જાહેરાત માત્ર કાગળ ઉપર રહેલ છે. અને કોરોનાના દર્દીઓ તથા સગવાલાઓ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ રજળી રહ્યા છે. અને સારવારના અભાવે કેટલાયનું મૃત્યના કીસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.. તે વરવી વાસ્તવિકતા છે.
આ ઉપરાંત મહાનગરપાલિકા એરિયામાં આરોગ્ય કેન્દ્ર જે આવેલા છે. તેમાં દરરોજના જે ટેસ્ટીંગ થાય છે. તેમાં કોરોનાના કેસ કેટલા પોઝીટીવ આવે છે. તેના કોઈ આકંડા જાહેર કરવામાં આવતા નથી. આ ઉપરાંત જે લોકો કોરોના પોઝીટીવ આવેલ હોય અને ઘરે હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લેતા હોય તેના આકંડા પણ જાહેર થતા નથી. કે તેની વિગતો પણ જાહેર થતી નથી. આથી આવા કોરોના પોઝીટીવ દર્દીના કુટુંબીજનો તથા પોઝીટીવ પોતે શહેરમાં ખુલ્લેઆમ ઘૂમતા હોય. આથી આવા સુપરસ્પેડર મારફત કોરોનાનું સંક્રમણ દીવસે ને દિવસે ફેલાઈ નહિ તો શું થાય ?
આરોગ્યનું તંત્ર આ અંગેની ચોક્કસ વ્યવસ્થા ગોઠવામાં તદંતર નિષ્ફળ ગયેલ છે. લોકોને કોરોનાની સારવાર માટે રેમડેસેવર ઇન્જેક્સનો મળતો નથી. આ ઇન્જેક્સનોના કાળા બજાર થાય છે. હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવારના અભાવે બહાર વેઇટીંગમાં રહેવું પડે છે. અને એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો લાગે છે. તો વહીવટી તંત્ર કરે છે શું ? સમગ્ર શહેર ની જનતા ભગવાન ભરોસે હોય એવું જણાય છે. નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને સુનવાણી માં જે ફટકાર લગાવેલ છે. તે પછી પણ કોઈ સુધારો થયો હોય તેવું જણાતું નથી. આથી શહેર અને જીલ્લાના દર્દીઓને તાકીદે સારવાર મળે. પુરુ ઓક્સીજન મળે હોમ આઇસોલેટેટ દર્દીઓ ને પુરતી સારવાર મળે. તેમજ તેના દ્વારા કોરોનાનો ફેલાવો ન થાય. તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા કમિશનરને સંબોધીને આ પત્ર અલ્તાફ ખફીએ લખ્યો છે.