mysamachar.in-જામનગર:
જામનગર કસ્ટમ વિભાગ એકાએક હરકતમાં આવીને સોનાની દાણચોરી કરવામાં આવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના એક શખ્શને લાખો રૂપિયાના સોના સાથે જામનગર નજીકથી કસ્ટમ વિભાગે ઝડપી લઈને સોનાની દાણચોરી અંગે આ શખ્શની પૂછપરછ હાથ ધરવામાં આવી છે,
જામનગર જીલ્લામાં સોનાની દાણચોરી ઝડપી લેવા માટે ડી.આર.આઈ. તથા કસ્ટમ્સ પ્રીવેન્ટીવ માં કામ કરી ચૂકેલા કસ્ટમ સુપેરિટેન્ડેન્ટ સલાયા/ખંભાળિયા જે. વી. મોદી ને મળેલી બાતમીના આધારે કસ્ટમ વિભાગે એક શખ્શને લાખો રૂપિયાના સોના સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
દાણચોરી કરેલ સોના સાથે એક શખ્શ જામનગર આવતો હોવાની માહિતી મળતા કસ્ટમ સ્ટાફ દ્વારા વોચ ગોઠવી મોહમદહનીફ વસા રહે. દ્વારકા નામના શખ્શને તપાસતા તેની પાસે થી અંદાજિત ૭૭૫ ગ્રામ જેટલી માટી સ્વરૂપમાં સોનુ લાવતા પકડાયેલ છે. જેની કેમિકલ પ્રક્રિયા દ્વારા અંદાજિત ૫૦૦ ગ્રામ જેટલું શુદ્ધ સોનુ મળવાની કસ્ટમ ને આશા છે.આરોપી આ સોનુ કોના કહેવાથી અને કોના માટે લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.