Mysamachar.in-જામનગર
હાલ રાજયમાં કોરોનાની પરિસ્થિતિને કારણે ગુજરાતની તમામ શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ ફરી ક્યારે ખૂલશે તે અનિર્ણિત છે, સરકારે નવા સત્રથી શાળાઓ તેમજ કોલેજમાં વિદ્યાર્થીઓને ત્રણ માસની ફી માફી આપવી જોઈએ. કારણ કે હાલમાં તમામ લોકોના કામધંધા તેમજ વ્યાપાર રોજગાર બંધ હોવાથી ખૂલતાં વેકેશનથી વાલીઓ માટે ફી ભરવી એક મોટો પડકાર છે. જો શાળા કોલેજના સંચાલકો સી.એમ. રાહત ફંડમાં ફાળો આપી શકે તો સીધો વિધાર્થીઓને જ લાભ થાય તેમ ત્રણ માસ માટે ફી માફી આપવી જોઈએ
કારણ કે સરકારી કારણ કે સરકારી શાળા કોલેજોને બાદ કરતા મોટા ભાગની ખાનગી શાળા કોલેજોમાં ફી માફીનો ધોરણ ખુબ જ ઉચા હોય છે. અને તેની સીધી અસર એક બે સંતાનો ધરાવતા અને માસિક સીમિત આવક ધરાવતા પગારદાર,નિમ્ન મધ્યમવર્ગ અને મધ્યમવર્ગના વાલીઓને થાય છે. લોકડાઉનમાં ધંધા, દુકાનો,રોજગાર બંધ છે. સરકારી પગારદાર સિવાય, નાના વેપારીઓ, કારીગરવર્ગ,મજૂર વર્ગ વગેરેની આવક લગભગ બંધ થઈ ગઈ છે. લોકડાઉન ખૂલે અને શાળા –કોલોજો શરૂ થાય તો તરત જ મોટી રકમની ફી ભરવા આ મોટો વર્ગ સ્વાભાવિક પણે જ સક્ષમ નથી.તેથી આ વર્ષે ત્રણ માસની ફી માથી મુક્તિ આપવાની કે રાહત આપવાની તાતી જરૂર છે. જો સરકારે તુરંત ખાનગી તેમજ સરકારી શાળાઓને ફી માફી માટે આદેશ કરવા જોઈએ તેવી રજૂઆત ધારાસભ્ય વિક્રમ માડમે કરી છે.