• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 24, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વાર્ષિક ઉત્સવમાં ભાવનાત્મકતા અને સંસ્કારાત્મકતાના સમન્વય સમાન કૃતિઓની પ્રસ્તુતિ

ઉત્સાહ સાથે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓએ જીવનના મુલ્યોની આદર્શ રજુઆત કરતા વાલીઓ સહિત સૌ આમંત્રીતો દંગ રહી ગયા

My Samachar by My Samachar
January 28, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વાર્ષિક ઉત્સવમાં ભાવનાત્મકતા અને સંસ્કારાત્મકતાના સમન્વય સમાન કૃતિઓની પ્રસ્તુતિ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

શૈક્ષણિક  સંસ્થાનો વાર્ષિક ઉત્સવ સંસ્થાની સમગ્રપણે જહેમતનું પ્રતિબિંબ હોય છે તેમાં શિક્ષણ-સંસ્કાર-કેળવણીનો ત્રિવિધ સંગમ હોય છે સાથે સાથે બાળકોના ભાવિને પરીપક્વ કરનાર પ્રસ્તુતિ સમજણ કેળવનાર હોય છે આવો જ અદભૂત સમન્વય જામનગરની જાણીતી બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સુમેર ક્લબમાં યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં જોવા મળ્યો હતો.

શિક્ષણની વાત કરીએ તો તે શબ્દનો વ્યાપ ઘણો મોટો છે તેમજ  માહિતી અને જ્ઞાન બંને અલગ છે માટે અનુભૂત માહિતિ સાથે જીવન માં સંસ્કારનુ સિંચન થાય ત્યારે સમગ્ર પણે કેળવણી મેળવી ગણાય અને તે જીવનભરનો ક્રમ છે  તેવી જ રીતે આપણી સંસ્કૃતિમા શિક્ષણ એક અનિવાર્ય પરંપરા છે જેનાથી બાળક ખરા અર્થમા શિક્ષીત બને છે જે માટે વાલીઓ અને ગુરૂઓની જહેમત હોય છે  સાથે સાથે જીવનના અનેકવિધ આયામોમાં બાળકો સંસ્કાર અને કેળવણીના સથવારે નિત્ય સફળ રહે તે અભિગમ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલના ચેરમેન અશોક ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મિતા ભટ્ટએ હંમેશા અમલમાં મુક્યો છે જેથી ભાવનાત્મક બાબતો અને આદર્શ તેમજ તેના મુલ્યોનુ પણ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓમાં સિંચન થાય છે આ વિશેષતાના દર્શન સંસ્થાના વાર્ષિક ઉત્સવ વખતે પ્રતિબિંબિંત થયા હોવાનો આમંત્રીતો,વાલીઓ વગેરે સહિત સૌનો અભિપ્રાય જાણવા મળ્યો હતો.

ચેરમેન અશોકભાઇ કહે છે કે પ્રસ્તુતિ એ સર્જનાત્મકતાનો સરવાળો હોય છે જે માટે અમે વિશેષ આયામથી બાળકોને કેળવીએ છીએ. આ જ બાબત સંસ્થાના વાર્ષિક ઉત્સવમાં એક અનન્ય સંભારણા સ્વરૂપે તરી આવી હતી અને છેલ્લા ત્રણ મહિનાની ટીમ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલની જહેમત ઉગી સરી હતી અને ૭૦૦ થી વધુ બાળકોએ ભાવનાત્મક,રાષ્ટ્ર પ્રેમ,પરંપરા,સંસ્કૃતિ,વારસો,સંસ્કાર લગત વિવિધ પ્રસ્તુતિ મંત્રમુગ્ધ કરનાર બની રહી હતી આ ઉત્સવ ખરા અર્થમાં એવો ઉત્સવ બન્યો કે બાળકોએ દરેક પ્રસ્તુતિમાં ઓતપ્રોત થઇ સૌ ને અચંબીત કરી દીધા હતા.

બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મિતા ભટ્ટ જણાવે છે કે અમે આદર્શોને ગ્રંથમાં જ રાખવાના બદલે બાળકોના જીવનમાં ઉતારવાનો સફળ પ્રયાસ કર્યો છે જેનર સર્વાંગી શિક્ષણ એટલે કે કેળવણી કહેવાય છે. બાળકો તેમના જીવનમાં એક અલગ પ્રતિભા તરીકે તરી આવે તે માટેની અમારી જહેમતનો સાંરાંશ આ વાર્ષિક ઉત્સવમાં પ્રતિબિંબિંત થયો જેનુ અમને ગૌરવ છે આ શ્રેય સૌની જહેમતને ફાળે જાય છે

જીવનમાં રી ટેક નથી હોતુ,આપણે જે સંજોગોમાંથી પસાર થઇએ તે વખતે જ જો શ્રેષ્ઠ પર્ફોમ કરીએ તે મુલ્યવાન બને છે અને તે માટે બાળપણથી જ શિક્ષણ સાથે ઘડતર અતિ આવશ્યક છે આ બાબતને બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સમા અપનાવાયુ છે તે બાબત પણ આ વાર્ષિક ઉત્સવ વખતે જોવા મળી હતી

બાળકોની ઉર્જા,સમજણ,તાલીમના ત્રિવેણી સંગમ સાથે સુમેર ક્લબમાં યોજાયેલા વાર્ષિક ઉત્સવ એવો હતો કે વાલીઓને પણ એમના સંતાનો માટે ગૌરવ થયુ હતુ જે અમુક વાલીઓના પ્રતિભાવ વખતે તરી આવ્યુ હતુ. એક તો પ્રતિષ્ઠીત ક્લબ, સાંજનો સુનેહરો સમય, ભવ્ય સ્ટેજ, અદભૂત સાઉન્ડ સીસ્ટમ્સ, રંગ બેરંગી લાઇટસ અને ઇફેક્ટસ, પ્રસ્તુતિ મુજબની વેશભૂષા, ઠંડક વચ્ચે બાળકોના અનેરા ઉત્સાહની હુંફ સાથેનો આ વાર્ષિક ઉત્સવ ઉજવણીનો કાર્યક્રમ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ સાથે જોડાયેલા સૌ માટે યાદગાર હતો, સંભારણા સમાન હતો, પ્રભાવિત કરનારો હતો તેમ શ્રોતાઓનો પ્રતિભાવ મળ્યો છે ઉત્સવ વખતે શ્રી નાથજીની ઝાંખીથી અનેરો કાર્યક્રમ ભાવસભર શ્રી કૃષ્ણ ભક્તિ તાદ્રશ્ય થઇ હતી એકંદર જામનગરની સાડા ત્રણ દાયકાથી વધુ વરસોની સફર સાથે દિવસે દિવસે વધુ ને વધુ પ્રતિષ્ઠાના આભને આંબતી બ્રિલિયન્ટસ ગૃપ ઓફ સ્કૂલ્સના સંચાલકોની જહેમતને અને આ શૈક્ષણિક સંસ્થાની કેળવણીને અનોખી રીતે અંકિત કરી શિક્ષણ-માહિતિ-જ્ઞાન-સંસ્કાર-પરંપરા-કેળવણી-સમજણ-ઉત્સાહને વિવિધતાસભર કલાકૃતિમાં આવરી લીધી હતી જે માટે સહેજે શબ્દો સરી પડે કે  “વાહ…..અદભૂત…એક્સલન્ટ….બ્રિલિયન્ટ….”

SendShareTweetShare

Join Us on Social

Recent News

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

June 24, 2025
જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

June 24, 2025
સુધારા ભલામણ: નાગરિકોના બધાં જ દસ્તાવેજ ડિજિ-લોકરમાં…

સુધારા ભલામણ: નાગરિકોના બધાં જ દસ્તાવેજ ડિજિ-લોકરમાં…

June 24, 2025
કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

June 23, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

June 24, 2025
જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

June 24, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®