Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં કેટલાક કોર્પોરેટરો ચૂંટાયા બાદ તેમના વિસ્તારોને લગત સાચી રજુઆતો યોગ્ય સ્તરે કરતા પણ ખચકાઈ છે પણ કેટલાક જાગૃત કોર્પોરેટરો એવા પણ છે કે જેવો જે કામમાં લોકોનું હિત સમાયેલું હોય તેવા કામો માટે યોગ્ય સ્તરે રજૂઆત કરે છે જેથી આવા પ્રશ્નોનો નિવેડો આવે છે અને લોકોને અંતે તો ફાયદો થાય છે, આવી જ એક રજૂઆત જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા(હકાભાઈ) દ્વારા કલેકટર અને કમિશ્નરને પત્રના માધ્યમથી કરવામાં આવી છે તેવોએ કરેલ રજુઆતમાં ઉલ્લેખ છે કે….
જામનગર શહેરમાથી પસાર થતી રંગમતી-નાગમતી નદીમાં ઉપરવાસ વરસાદ પડવાના કારણે આ નદીમાં પુર આવે છે જેના હીસાબે નીચાણ વાળા વિસ્તારોમાં આવતા વોર્ડ જેવા કે, વોર્ડ નં.1, 2, 3, 4, 10, 11, 12, 16 માં વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે. જેના હીસાબે લોકો હેરાન પરેશાન થતા હોય છે. અને લોકોના જાનમાલને પણ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે.
જો રંગમતી-નાગમતી નદીને ઊંડી ઉતારવામાં આવે અને તેમાં કાપ કાઢવામાં આવે અને કચરો કાઢવામાં આવે તેમજ આ નદીને અવરોધરૂપ જે કઈ દબાણો હોય તે દબાણો દુર કરવામાં આવે તો જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો પ્રશ્ન જે છે તેમાં લોકોને રાહત થાય. વડોદરામાં આવેલ વિશ્વામિત્રી નદીમાંથી 100 દિવસમાં 31 હજાર ટન કચરો ઉલેચી પુરના પાણીમાં 45 ટકા ઘટાડાશે તેઓ નિર્ણય કરવામાં આવેલ છે.
જામનગર શહેરમાં ઉદ્યોગનગર 250 જેટલા કારખાનેદારો તળાવ અને રંગમતિ નાગમતિ નદીમાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હોય છે જેના હીસાબે રંગમતી નાગમતિ નદી અને તળાવ પદુષિત થાય છે. આ અંગે પણ તપાસ કરાવવી જોઇએ. અને ગંદા પાણી જે નદીમાં ઠલવવામાં આવે છે તે ન થાય તે અંગે ધોરણસર કાર્યવાહી કરવા વિનંતી છે. વધુમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી-નાગમતી નદીમાંથી પણ આ દબાણ, કાપ, કચરો કાઢવા અંગે એકશન પ્લાન તાત્કાલિક ધોરણે તૈયાર કરવામાં આવે તેવી પત્ર દ્વારા લેખિત માંગણી વોર્ડ નંબર 2 ના ભાજપના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાએ કરી છે.