mysamachar.in-ગાંધીનગર
મહેસૂલ વિભાગની નાગરિકો-પ્રજાલક્ષી કામગીરીની સરળતા માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયાને ઓનલાઈન કરવાની સફળ કામગીરી બાદ ખેતી બિનખેતીના પ્રિમિયમની પરવાનગી તથા સ્ટેમ્પ ડ્યુટી પણ હવે ઓનલાઈન ભરપાઈ કરવા માટે ઈ-પેમેન્ટની વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં કરવાની જાહેરાત કરાઈ છે,
મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે આ નિર્ણયોની ભૂમિકા આપતાં જણાવ્યું કે વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવતા સેવાઓ ઝડપી અને સરળ બનવાના પરીણામે નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.રાજ્ય સરકારે તા. ૬ ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયમ પરવાનગી અમલી બનાવ્યા બાદ તેની સફળતાને પગલે હવે સમગ્ર રાજ્યમાં આ પધ્ધતિ અપનાવવામાં આવશે.
જે મહેસૂલી સેવાઓ ઓનલાઈન થવા જઈ રહી છે તેમાં (1) ગણોતધારાની કલમ-43 તેમજ નવી શરતની જમીન ખેતી / બિનખેતીના હેતુસર શરતફેર કરવા અંગે પ્રિમિયમની પરવાનગી (2) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી (3) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ખ) હેઠળ બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી (4) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-66 હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિત કરવું
(5) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-67 હેઠળ બિનખેતીની જમીનમાં વગર પરવાનગીએ હેતુફેર તથા કલમ-65 ની શરતોનું પાલન ન કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં નિયમોનુસાર દંડ વસુલીને પરવાનગી (6) ગણોતધારાની કલમ-63 હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી (7) ગણોતધારાની કલમ-63(AA) હેઠળ બોનાફાઈડ ઈન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી (8) ઈ-ધરામાં વારસાઈ નોંધ માટેની અરજીનો સમાવેશ થાય છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.