• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

વીજસંકટ: જામનગર અને દ્વારકા જિલ્લામાં અંદાજે 75 ટકા વિસ્તારોમાં અસરો-નુકસાન…

જો કે, આ બંને જિલ્લાઓમાં આશરે 616 ગામોમાં વીજપૂરવઠો પૂર્વવત કરવામાં આવ્યો...

My Samachar by My Samachar
August 29, 2024
in જામનગર, દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
વીજથાંભલાઓ જમીનમાં સલામત રીતે લગાડવા જરૂરી…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:જામનગર:દેવભૂમિ દ્વારકા

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તાજેતરના વરસાદને કારણે વ્યાપક માઠી અસરો પહોંચી છે અને મોટું નુકસાન થયું છે. વીજતંત્રને વધુ તકલીફો સહન કરવી પડી છે અને હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તોતિંગ નુકસાન પણ થયું છે, જો કે પાછલાં 48 કલાક દરમિયાન હાલારના બંને જિલ્લાઓમાં વીજતંત્ર દ્વારા વ્યાપક કામગીરીઓ કરી, વીજપૂરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હોવાનું તંત્રએ જાહેર કર્યું છે.

જામનગર સર્કલ કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, જામનગર જિલ્લામાં વીજતંત્રને સૌથી વધુ અસરો જામનગર અને જામજોધપુર તાલુકામાં થઈ છે. જિલ્લામાં આવેલાં કુલ 459 ગામો પૈકી 338 ગામોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો, જે પૈકી 260 ગામોમાં પૂરવઠો પૂર્વવત કરાયાનું તંત્ર કહે છે.

આ ઉપરાંત જણાવાયું છે કે, જામનગર જિલ્લાના વીજતંત્રના 806 ફીડર પૈકી 487 ફીડરો બંધ થયેલાં, જે પૈકી માત્ર 155 ફીડર જ રીપેર થઈ શક્યા છે જેનો મતલબ એમ કે, 332 ફીડર હેઠળના હજારો વીજજોડાણધારકો હજુ અંધારપટ ભોગવવા મજબૂર છે. તંત્ર કહે છે, જિલ્લામાં કુલ 172 વીજથાંભલાને નુકસાન થયું છે, જે પૈકી એક પણ જગ્યાએ સમારકામ થઈ શક્યું નથી. તંત્ર કહે છે: આ વરસાદમાં જિલ્લામાં માત્ર 1 જ ટ્રાન્સફોર્મરને અસર થઈ છે, તે હજુ રિપેર થયું નથી. જો કે તંત્રના આ આંકડાઓ કોને માન્યામાં આવે ? આડે દિવસે પણ સંખ્યાબંધ ટ્રાન્સફોર્મરમાં લોચા જોવા મળતાં હોય છે. તંત્ર કહે છે: જિલ્લામાં આશરે રૂ. 14.50 લાખનું નુકસાન થયું છે.

આ ઉપરાંત જામનગર સર્કલ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીજતંત્ર દ્વારા પણ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ જિલ્લાના 263 પૈકી 218 ગામોમાં અંધારપટ છવાયેલો, તંત્ર કહે છે: 96 ગામોમાં વીજપૂરવઠો પૂર્વવત કર્યો. 305 ફીડર પૈકી 211 ફીડર બંધ થયેલાં, જે પૈકી 51માં સમારકામ થયું. 180 વીજથાંભલાને નુકસાન થયું, એક પણ જગ્યાએ સમારકામ થયું નથી. દ્વારકા જિલ્લામાં પણ માત્ર એક જ ટ્રાન્સફોર્મર બગડયું, જો કે તે હજુ રિપેર થયું નથી.  આ જિલ્લામાં વીજતંત્રને રૂ. 12.39 લાખનું નુકસાન થયું હોવાનું તંત્રએ જણાવ્યું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®