• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ગરીબ પરિવારનો પ્રેરણાદાયી અંગદાનનો નિર્ણય, અન્ય લોકોને મળશે જીવનદાન

My Samachar by My Samachar
February 10, 2020
in જામનગર
Reading Time: 1 min read
A A
ગરીબ પરિવારનો પ્રેરણાદાયી અંગદાનનો નિર્ણય, અન્ય લોકોને મળશે જીવનદાન
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગરઃ

કહેવાય છે કે સૌથી મોટું દાન અંગદાન છે, સામાન્ય રીતે ઉચ્ચવર્ગ અંગદાનનું મહત્વ સારી રીતે જાણે છે, પરંતુ જામનગરના એક ગરીબ પરિવારે લીધેલો નિર્ણય અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી શકે તેમ છે. ત્રણ સંતાનોના પિતા અકસ્માત બાદ બ્રેનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો, જે માટે અમદાવાદથી ડોક્ટરોની ટીમ જામનગર આવી હતી. અને લીવર અને કિડનીનું ઓપરેશન કરી અમદાવાદ રવાના થઇ હતી. જામનગર નજીક મોટી ખાવડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાન દિનેશભાઇ વાઘેલાને બે દિવસ પહેલા રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા વાહને ઠોકર મારતા તેને ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ બ્રેનડેડ જાહેર થતા ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યાની સ્થિતિ સર્જાઇ હતી, જો કે ડોક્ટરોની ટીમ દ્વારા દિનેશભાઇના પરિવારને અંગદાન માટે સમજાવ્યા હતા. જો કે પરિવારે હિંમ્મત દાખવી પોતાના સમાજમાં આવું ક્યારેય કોઇએ કર્યું ન હતું જેથી બધાને સમજાવવા મુશ્કેલ હતા, તેમ છતા દિનેશભાઇના બનેવીએ પરિવારને સમજાવી અંગદાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. આ અંગે દિનેશભાઇના બનેવીએ જણાવ્યું કે ડોક્ટરો દ્વારા તેમને સમજાવ્યા બાદ તેઓએ દિનેશભાઇના પરિવારજનોને સમજાવ્યા હતા. દિનેશભાઇની માતાને મેં કહ્યું કે આપણે ગરીબ હોવાથી દાનપૂણ્ય કરવા સમર્થ નથી, પરંતુ અંગદાન કરવું આપણા હાથમાં છે, અને આ બનાવ બની ગયો તેમાં આપણે અંગદાન કરી શકીએ છીએ.

અંગદાનનો નિર્ણય જાહેર કરતા હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ નંદિની બહારી, તથા સર્જરી વિભાગના વડા ડૉ સુધિર મહેતા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. તો હોસ્પિટલના ડોક્ટરોની ટીમને જામનગર જિલ્લા ક્લેક્ટરના વહીવટી તંત્ર દ્વારા પણ સાથ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો, જેની મદદથી આ અંગદાન પ્રક્રિયા સફળ રીતે પૂર્ણ થઇ હતી. દિનેશભાઇની કિડની અને લિવર માટે અમદાવાદના દર્દીને જરૂર હોય ત્યાંથી તબીબોની એક ટીમ જામનગર આવી હતી. બાદમાં કિડની અને લિવરનું ઓપરેશન કરી અમદાવાદ રવાના થઇ હતી. 

ઉલ્લેખનીય છે કે બ્રેનડેડ દિનેશભાઇને પરિવારમાં પત્ની અને સંતાનોમાં બે પુત્રો અને એક પુત્રી છે. આર્થિક રીતે વરવી પરિસ્થિતિમાંથી આવતા આ પરિવારે લીધેલા અંગદાન કરવાના નિર્ણયથી તેમની સમાજ તથા અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી શકે તેમ છે. બ્રેનડેડ દિનેશભાઇના અંગોથી કેટલાક લોકોને નવજીવન મળી શકે છે. ત્યારે આ અંગદાનમાં સહભાગી બનીને જામનગર ડોક્ટરોની ટીમ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. 

SendShareTweetShare

Join Us on Social

Recent News

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

June 2, 2025
માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

June 2, 2025
હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

June 2, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

આનંદો : જામનગરમાં ‘સરકારી’ અંગ્રેજી માધ્યમની સ્કૂલો આ વર્ષથી શરૂ…

June 2, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

June 2, 2025
માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

June 2, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®