Mysamachar.in-અમદાવાદ
પોલીસનું કામ જુગારીઓને જુગાર રમતા પકડવાનું છે, પણ પોલીસલાઈનમાં જ જુગાર ચાલતો અને પોલીસને જ ત્યાં રેડ કરવી પડે તો…જી હા આ ઘટના અમદાવાદમાં શાહીબાગ પોલીસે માધુપુરા પોલીસ લાઈનમાંથી જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ જુગાર શહેરના જ એક પોલીસકર્મીના ઘરમાં તેનો જ સગો ભાઈ રમાડતો હોવાનું પણ સામે આવે છે, શહેરની માધુપુરા પોલીસ લાઈનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શાહીબાગ પોલીસને મળી હતી હતી. પોલીસે જુગાર રમાતા ઘરમાં રેડ કરી અને જુગાર રમતા 8 આરોપીની ધરપકડ કરી. આરોપીની ધરપકડ કરીને પોલીસે 86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નીતિન સિંદે નામના હેડ કોન્ટેબલના નામનું આ ઘર હતો જ્યાં જુગાર રમાતો હતો અને જુગાર રમતા પકડાયેલ આરોપી પૈકી રાજેશ સીંદે પોલીસકર્મી નીતિન સીંદેનો સગો ભાઈ છે. મકાનનું રિપેરીંગનું કામ ચાલુ હોવાને કારણે મકાનની ચાવી પોલીસકર્મીએ પોતાના ભાઈને આપી હતી. અને હેડકોન્સ્ટેબલના ભાઈએ આ ઘરને જ જુગારનો અડ્ડો બનાવી દીધો હોય તેવું પોલીસનું પ્રાથમિક અનુમાન છે, આ મકાનમાં કેટલા સમયથી જુગાર રમાતો હતો અને પોલીસકર્મી નીતિન સીંદેની ભૂમિકા હતી કે કેમ? તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.