Mysamachar.in-જામનગર:
લોકસભાની ચુંટણીને લઈને જામનગર પોલીસ સતર્ક બની ગઈ હોય તેવું છેલ્લા કેટલાક દિવસોની કાર્યવાહી પરથી બતાઈ રહ્યું છે પાસા, અટકાયતી પગલા હથિયારો ઝડપવા વગેરે કાર્યવાહી કર્યાનો પોલીસ ચુંટણી અનુસંધાને જશ લઇ રહી છે, પણ ક્યારેક સામે કોઈ આવી ચઢે તો કેવી સ્થિતિ થાય તે ગતરોજ બન્યું જેની ફરિયાદ ખુદ પોલીસે જ ફરિયાદી બનીને નોંધવી પડી છે આ ઘટના એવું કહે છે કે….જેમાં પોતાની ફરજ અર્થે આરોપીને ઘરે ગયેલ પોલીસ પર આરોપીના પરિવારે હુમલો કરતા સમગ્ર મામલો ગરમાયો છે.
જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકના હનુમાન ગેટ ચોકીમાં ફરજ બજાવતા ASI સરમણ ચાવડા, તેમના વિસ્તારમાં આવેલ ભીમવાસ શેરી નંબર 1 મેલડીમાતાના મંદિર વાળી ગલીમાં સરમણભાઈ તેમની સાથે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ સોચા પોતાની કાયદેસરની સરકારી ફરજ અન્વયે ભીમવાસમાં રહેતા સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઇ ધવલ વિરુધ્ધ પ્રોહીબિશન કલમ-93 હેઠળ અટકાયતી પગલા લેવા સબબની કાર્યવાહી માટે અવાર-નવાર બોલાવવા છતા આવેલ ના હોય અને આગામી લોકસભાની ચુંટણી અન્વયે અટકાયતી પગલા લઇ તેના સારી ચાલ-ચલગતના જામીન લેવડાવવા જરૂરી હોય જેથી પોલીસ તેના ઘરે પહોચી હતી
જ્યાં ઘરે પહોચી પોલીસકર્મીઓએ સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઇ ધવલને આ બાબતે સમજ કરવા જતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી જપાજપી કરવા લાગ્યો હતો તે દરમ્યાન આકાશ વિપુલભાઈ ધવલએ તમે સુનીલને લઈ જસો તો હુ ફીનાઈલ પિ લઈ નામ લખાવવાની ધમકી આપી ગાળો આપવા લાગેલ આ રકજક ચાલુ હતી ત્યાં સુનીલ ધવલે પોતાના હાથમા પથ્થર લઈને જપાજપી કરતા હોય જેને જીતેન્દ્રભાઈ સોચા નામના પોલીસકર્મીએ પકડી રાખેલ હોય ત્યારે આકાશ ધવલે ASI ચાવડાને ગાળો આપી જપાજપી કરી તથા સુનીલના પત્નીએ પણ પોલીસકર્મીઓને ગાળો આપી કહેતા હોય કે “જો તમે સુનીલને લઈ જસો તો અમે દવા પી લેશુ અને તમારા વિરૂધ્ધ ફરીયાદ કરશુ” તેવી ધમકી પોલીસકર્મીઓને આપી ઘર્ષણ ઉભું કર્યું હતું, આમ પોલીસને તેની કાર્યવાહી કરતા અટકાવી અને કાયદેસરની સરકારી ફરજમાં સબબની કલમો હેઠળ એક મહિલા સહીત 3 સામે ફરિયાદ નોંધાઈ છે.