Mysamachar.in-અમદાવાદ:
દિવસે ને દિવસે સોશ્યલ મીડિયાના દુરુપયોગના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, અને કોઈ ને બદનામ કરી કેટલાય તત્વો તેમાંથી પણ મજા મેળવી રહ્યા છે, કેટલાય લોકો હવે બદલો લેવા માટે પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે, અને સાઈબર ક્રાઈમમાં આવી ઘટનાઓનો મારો ચાલો થયો છે, નવરંગપુરામાં રહેતા એક ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી કે તેમની માતા એ ફેસબૂક પર એકાઉન્ટ બનાવ્યું હતું. જો કે તેનો પાસવર્ડ ભૂલી જતા તેમણે બીજું એક નવું એકાઉન્ટ બનાવ્યું હતું, તેની માતાના જૂના ફેસબુક એકાઉન્ટ હેક કરીને આરોપી કેટલાક લોકો સાથે બિભત્સ વાતચીત કરીને બીભત્સ માંગણી કરે છે.જેથી સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અને સાવરકુંડલાના પ્રણવ સરવૈયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે હીરાનું લેસર કટિંગ કરવાનુ કામ કરે છે. જો કે તેણે આ પ્રકારનું કૃત્ય કેમ કર્યું છે તે અંગે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.