Mysamachar.in-સુરત
કોરોના મહામારીને લઈને રાજ્યભરમાં શાળા, કોલેજો અને ટ્યુશનકલાસીસ છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ છે, અને હજુ ક્યારે શરુ થશે તે પણ નક્કી નથી, એવામાં સુરતમાં પોલીસે ટ્યુશન કલાસીસ બંધ હોય પરંતુ ત્યાં કલાસીસમાં જુગાર રમતા ટ્યુશન ક્લાસ સંચાલક સહીત 7 ને પોલીસે ઝડપી પાડ્યા છે,કતારગામમાં આવેલ સ્વસ્તિક આર્કેડમાં સોનાણી ટ્યુશન કલાસીસમાં પોલીસે દરોડ પાડી જુગાર રમી રહેલા 7 ઇસમોને 64000ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
-કોણ ઝડપાયું, ક્યાંના છે અને શું કરે છે કામ…
1. ધર્મેશભાઈ મનજીભાઈ સોનાણી – ધંધો ટયુશન કલાસીસ રહે. શાંતીનગર સોસાયટી નારાયનાગર કતારગામ સુરત મુળગામ કલ્યાણપુરા તા.વલ્લભીપુર જી.ભાવનગર
2. કાંતીભાઈ રાવજીભાઈ છેડાવડીયા – ધંધો હીરાદલાલી રહે. 1 ત્રીજામાળે અમૃતકુંજ એપાર્ટમેન્ટ ઓપેરા હાઉટસની બાજુમાં લસકાના રોડ સરથાણા સુરત મૂળ રહે. અમૃતવેલ
3. લવજીભાઈ માવજીભાઈ કાનાણી – ધંધો બેકાર રહે. ઘર નં.40 કરુણાવંતી સોસાયટી હરિદર્શન ખાડો ચોકબજાર સુરત મુળગામ –અડ્તાલા, તા. ગઢડા જી.બોટાદ
4. ધીરુભાઈ કાળુભાઈ મકવાણા – ધંધો કડીયાકામ રહે. ઘર નં. 116 માધવાનંદ સોસાયટી ધનમોરા ચાર રસ્તા પાસે કતારગામ સુરત મુળગામ લાખણકા તા.ગઢકા જી.બોટાદ
5. સંજયભાઈ નરેશભાઈ ચંદાણી – ધંધો વેપારી રહે ઘર નં. 807/1 બી ગ્રીનસીટી પાલગામ અડાજણ સુરત મુળગામ ભાવનગર તા. જી. ભાવનગર
6. મુકેશભાઈ ડાહ્યભાઈ રાંક – ધંધો હીરામજુરી રહે. એ/15 કૃષ્ણનગર સોસાયટી લલીતા ચોકડી પાસે કતારગામ સુરત મુળગામ – પીપર તા.કાલાવડ જી.જામનગર
7. મનસુખભાઈ કરશનભાઈ સંખાવરા – ધંધો વેપારી રહે. ઘર નં. 78 શ્રીજી સોસાયટી વિભાગ-૧ ડભોલી ચાર રસ્તા પાસે કતારગામ સુરત મુળગામ લતીપર તા.ધ્રોલ જી.જામનગર