Mysamachar.in-જામનગર:
કોઈના ઘરમાંથી જુગાર પકડાય, ક્યારેક શેરી ગલીમાંથી જુગાર પકડાય તો ક્યારેક કોઈ ઓફીસ કે ગોડાઉનમાંથી જુગારધામ ઝડપાય પણ જામનગર બી ડીવીઝન પોલીસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી જુગાર ઝડપી પાડ્યો અને તે પણ મહિલાઓ જુગાર રમી હતી તે જુગાર પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસે જાહેર કર્યું કે મહિલા કોલેજ વાળી શેરીમાં ગીરીરાજ એપાર્ટમેન્ટ આવેલ છે તેના પાર્કિંગમાં મહીલાઓએ જાહેરમાં ગોળ કુંડાળુ વળી બેસી ગંજીપાનાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાના દાવ લગાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧,૩૨૦ સાથે દર્શાવેલ મહિલાઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.(symbolic image)

-ભાવનાબેન ભવ્યેશભાઈ હરકીશનભાઈ વારીયા
-સવીતાબેન માલદેભાઈ ભીમાભાઈ નંદાણીયા
-ગીતાબેન ઉર્ફે સોનલબેન હીતેન્દ્રભાઈ બળદેવભાઈ કુંદન
-શોભનાબેન માલ્દેભાઈ વરવાભાઈ ચાવડા
-રીટાબેન કૈલાશચંદ્ર ગોવીંદરામ લાલા
-રેખાબેન ચુનીભાઈ રામજીભાઈ ગોરેચા
-શીતલબેન રમેશભાઈ બાબુભાઈ ગઢવી