mysamachar.in-જામનગર
હાલમાં ઓસ્ટ્રેલિયા મા રમાઈ રહેલી ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ પર જામનગરના ગાંધીનગર વિસ્તામાં આવેલ ઈચ્છેશ્વર મહાદેવ મંદિર નજીક રહેણાક મકાનમાં વસવાટ કરતો કૌશિક કનકરાય ઉપાધ્યાય નામનો ઇસમ આ મેચ પર સટ્ટો ચલાવતો હોવાની માહિતી જામનગર એલસીબીના મિતેશ પટેલ,નિર્મળસિંહ જાડેજા અને લાભુભાઈ ગઢવી ને મળતા તેવોએ કૌશિક ના મકાન પર જઈ તપાસ હાથ ધરી હતી,
તપાસ દરમિયાન એલસીબીને એવું સામે આવ્યું કે કૌશિક મોબાઈલ ફોન પર મેચ જોઈને ફોન દ્વારા સેશન તથા મેચના હારજીતના પરિણામો અંગે ક્રિકેટનો સટ્ટો ચલાવતો હોવાનું બહાર આવતા પોલીસે કૌશીક ઉપાધ્યાય ના કબજામાં થી રોકડા રૂપિયા ૧૯૬૦૦ ઉપરાંત મોબાઈલ,લેપટોપ સહીત કુલ ૪૯૬૦૦ નો મુદામાલ કબજે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,
ઝડપાયેલ ક્રિકેટ ના સટ્ટામા ગાંધીધામ ના રણજીતસિંહ અને પોરબંદર ના ભરતભાઈને ફરારી જાહેર કરવામાં આવ્યા છે.