Mysamachar.in-વલસાડ
સનરાઇઝ હૈદરાબાદચેન્નઇ સુપરકીંગ વિવો આઇપીએલની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ ઉપર મોબાઇલ ફોન ઉપર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગનો રૂપિયા વડે હારજીતનો જુગાર રમાડતા સટ્ટાના નેટવર્ક પર પોલીસ છાપેમારી કરી લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, વાપીના ચલા સ્થિત પ્રમુખ ગ્રીન સોસાયટીમાં ફ્લેટની ખરીદી કરી ક્રિકેટ ઉપર ઓનલાઇન સટ્ટા રમાડતા 6 લોકોની ધરપકડ કરી પોલીસે રૂ.41.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 6 પૈકી મુખ્ય આરોપી મનન નાયક વર્ષ 2012માં મુંબઇમાં ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતા પકડાઇ ચૂક્યો છે.
આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ચલા રોડ ઉપર આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટીના બી-1 ટાવરના ફ્લેટ નં.1002માંથી ક્રિકેટ સટ્ટા બેટીંગનું જુગારધામ પકડી પાડી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ગુરૂવારે ચાલતી. પોલીસે ફ્લેટમાં રેઇડ કરી જુગાર રમાડવા માટેના મોબાઇલ નંગ-77 કિં.રૂ.4,70,000 તથા મોનીટર નંગ-7 કિં.રૂ.35000, લેપટોપ નંગ-5 કિં.રૂ.200000, ટેબલેટ નંગ-1 કિં.રૂ.10000, પ્રીન્ટર નંગ-1 કિં.રૂ.10000, રેકોર્ડર નંગ-5 કિં.રૂ.2500, મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર કાર નં.જીજે-15-સીજે-4799 કિં.રૂ.250000, ફોર્ડ એન્ડીવર કાર નં.એમએચ-47-બીએ-3366 કિં.રૂ.30,00,000 તથા રાઉટર નંગ-2 કિં.રૂ.20000, એલઇડી ટીવી કિં.રૂ.50000 તેમજ 2 સેટઅપ બોક્સ તેમજ કનેક્ટર, તથા આરોપીઓના અંગઝડતીમાંથી જુગારના રોકડા રૂ.1,37,000 સહિત ડેબીટકાર્ડ નંગ-7 મળી કુલ રૂ.41,87,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.