Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જામજોધપુરમાં ગઈકાલે એલસીબી ટીમે ક્રિકેટ મેચના ચાલતા ડબ્બા પર દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો છે, જયારે 12 ગ્રાહકો અને કપાત લેનાર 1 બુકીને ફરાર દર્શાવવામાં આવ્યા છે. એલ.સી.બી.ને મળેલ બાતમી હકીકત આધારે જામજોધપુર ટાઉનમાં બહુચરાજી માતાના મંદિર પાસે રહેતા ધવલભાઈ ઉર્ફે ભોદો રાજેશભાઈ કડીવાર પટેલના રહેણાંક મકાનમાં ચાલતા કિકેટ મેચના ડબ્બા ઉપર રેઇડ કરી મજકુર કબ્જા માંથી રોકડ રૂ.47.500/- તથા મોબાઈલ ફોન નંગ-7 કી.રૂ.12.500/-તથા એક લેપટોપ કી. રૂ. 25.000/- મળી કુલ રૂ. 85.000/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરુધ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. કિકેટ મેચમાં સોદા કરનાર ગ્રાહકો તથા કપાત લેનાર બુકી ફરારી જાહેર કરેલ છે.
ફરાર આરોપીઓ..
(1) અભી વડાલીયા રહે. જામ જોધપુર (2) કેલ્વીન સાપરીયા રહે. જામજોધપુર (3) પાર્થ રાધે ઝેરોક્ષ વાળો રહે. જામજોધપુર (4) સાવન કડીવાર રહે. જામ જોધપુર (5) રાજેશ ખાંટ રહે. જામજોધપુર (6) ઉતમ પટેલ રહે. બરોડા (7) દર્શિત નાગર રહે.જામજોધપુર (8) કિશન પટેલ રહે. વસંતપુર તા. જામજોધપુર (9) જીગર કણસાગરા રહે. જામજોધપુર (10) વિપુલભાઈ રહે. ભાણવડ (11) આશિષ ખાંટ રહે. જામજોધપુર (12) ઈરફાન રહે. લાલપુર (13) દિલીપભાઈ કાંજીયા રહે જામજોધપુર (14) ઇકબાલભાઈ રહે જામજોધપુર. કપાત લેનાર બુલી બીરજુભાઇ પટેલ રહે, ભાયાવદર તા. ઉપલેટા