Mysamachar.in:જામનગર
જામનગર શહેર સહીત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર જામનગરના વકીલ હારુન પલેજાની હત્યા જામનગરના બેડી વિસ્તારમાં ગત તા.13 માર્ચના રોજ કરપીણ રીતે કરવામાં આવી હતી વકીલની હત્યાથી વકીલોમાં પણ મોટો રોષ જોવા મળ્યો હતો કારણ કે થોડા વર્ષો પૂર્વે પણ જામનગરમાં ટાઉનહોલ નજીક એડવોકેટ કિરીટ જોશીની પણ આ જ રીતે સરાજાહેર હત્યા કરવામાં આવી હત્યા ત્યાં વધુ એક વકીલની હત્યાના ઘેર પડધા ગાંધીનગર સુધી પડ્યા હતા,
વકીલ હારુન પલેજા હત્યા કેસમાં મૃતકના ભત્રીજા દ્વારા બેડીની કુખ્યાત સાયચા ગેંગ સહિતના 15 આરોપીઓ વિરુધ્ધ સીટી બી ડીવીઝનમાં હત્યા, કાવતરું, મદદગારી સહિતની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવેલ હતી, આ અતિ ચકચારી કેસની તપાસ માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધીક્ષક જયવીરસીહ ઝાલાની સીધી દેખરેખ હેઠળ એક સ્પેશ્યલ ઈનવેસ્ટીગેશન ટીમ’ બનાવેલ હતી અને આ ગુનાની તપાસ બી ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી સહિતની ટીમો કામે લાગી હતી
આ ટીમો દ્વારા અલગ અલગ દિવસોએ આરોપીઓ પૈકીના બશીર જુસબભાઇ હાજીભાઇ સાયચા. ઇમરાન નુરમામદભાઇ હાજીભાઇ સાયચા, સિંકદર ઉર્ફે સિકલો નુરમામદભાઇ હાજીભાઇ સાયચા, રમજાન સલીમભાઇ જુસબભાઇ સાયચા, દિલાવર હુશેનભાઇ સુલેમાનભાઇ કકલ, સુલેમાન હુશેન સુલેમાન કકલ તેમજ આ ગુન્હામાં બે કાયદાથી સંઘર્ષિત કિશોરોની ધરપકડ કરવામા આવેલ છે જયારે બાકીના આરોપી સત્વરે પકડવા માટે તપાસ તજવીજ ચાલુ હોવાનું એસપીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.