Mysamachar.in-દાહોદ:
ગુજરાતમાં આમ તો દારુબંધી છે પણ દારૂની હેરાફેરી ક્યાંક ને ક્યાંક રોજીંદી સામે આવતી હોય છે, એવામાં મહિલાઓ જયારે દારૂની બોટલો સાથે ઝડપાઈ ત્યારે દરેકને થોડું આશ્ચર્ય ચોક્કસ થાય વાત દાહોદ જીલ્લાની કરવામાં આવી રહી છે, જ્યાં તાલુકાના રાબડાળ ગામે પોલીસે બે મહિલા સહિત ત્રણ જણા પસાર થઇ રહ્યા હતા ત્યારે તેની પાસે રહેલી થેલીઓ તપાસતા તે થેલાઓમાં ભરી રાખેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસ કબજે કર્યો છે. આમ હવે ગુનાખોરીમા પણ મહિલાઓ કસબ અજમાવી રહી હોય તેમ લાગી રહ્યુ છે.
દાહોદ તાલુકાના રાબડાળ ગામે મુવાલીયા ક્રોસીંગ પરથી પોલીસ બપોરના 2 વાગ્યાના આસપાસ પસાર થઈ રહી હતી. તે સમયે ત્યાં ઉભેલી ગંગાબેન કલારા અંબુબેન ડામોર અને રમણભાઈ નરેશભાઈ ભુરીયા આ ત્રણેય જણા પોતાની સાથે થેલાઓ સાથે ઉભા હતાં. ત્યારે પોલીસને તેઓની ઉપર શંકા જતાં તેઓની પાસે જઈ પુછપરછ કરી હતી પરંતુ પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેઓની પાસેના થેલાઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 356 કિંમત રૂા. 44,800ના જથ્થા સાથે ઉપરોક્ત ત્રણેય ઈસમોને પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.