Mysamachar.in-અમદાવાદ
રાજ્યની અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોને હથિયાર અને ગાડી સાથે અગોરા મોલ પાસેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓએ વાપી ના અલ્તાફ મન્સૂરી પાસેથી ટીપ મેળવી હતી. અને વાપીના નામાંકિત કન્સ્ટ્રકશનના વેપાર સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ કરી 50 કરોડ થી વધુ રકમ લૂંટી અને ખંડણી માંગવાનું કાવતરું આરોપીઓનું હતું. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી લૂંટ, અપહરણ અને ખંડણી નો ગુનો બને તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડી તેના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે.
અમદાવાદના આગોરા મોલની પાસે આવેલા ગરનાળા તરફ પહોંચી હતી. ત્યાં જઈને બાતમી આધારે બે ગાડીઓ પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ ગાડીઓમાંથી પોલીસે સરખેજના આરીફ શેખ, ગોળલિમડાના મહોમદ જાવેદ બાંધણી વાલા, સાબરમતી છારા નગરના રાજેશ ઉર્ફે રાજુ રાઠોડ અને વિક્કી જાડેજા, દાણીલીમડા ના ફેઝાન ઉર્ફે મોલાના મેમણની અટકાયત કરી હતી. આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી તેઓની તપાસ કરતા તેઓ પાસેથી એક પીસ્ટલ, પાંચ જીવતા કારતુસ, છરા, ટોલટેક્સની પહોંચ અને બે ગાડી મળી 3.24 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આરોપીઓની સાઘ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે વાપીના મોહમદ અલતાફ મન્સૂરી એ એક ટીપ આપી હતી. તમામ લોકોએ પૈસાની લાલચમાં આ ટીપ મેળવી હતી. અલ્તાફ એ ટીપ આપી હતી કે વાપીના સઈદભાઈ શેખ કે જે કન્સ્ટ્રકશનનું કામ કરે છે તેમની ઓફિસમાં 50 કરોડની રકમ છે અને તેનાથી વધુ પણ રકમ હાલ પડેલી હોવાથી તેની લૂંટ કરી સઈદ ભાઈનું અપહરણ કરી મોટી ખંડણી મંગવાનું નક્કી કર્યું હતું. આ માટે આરોપીઓને વોટ્સએપ પર ફોટો એડ્રેસ પણ મોકલી આપ્યા હતા. પરંતુ ઝડપાયેલા આરોપીઓ અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુન્હાને અંજામ આપે તે પૂર્વે જ પોલીસ પકડમાં આવી ચુક્યા છે.