Mysamachar.in-જામનગર
હાલમા દુબઇમા રમાતી આઇપીએલ 20-20 ટુર્નામેન્ટ મેચ સન રાઇઝર હેદ્રાબાદ તથા ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચ મોબાઇલ ફોનમા લાઇવ પ્રસારણ નીહાળી મોબાઇલ ફોન ઉપર ક્રીકેટ એપ્લીકેશનમાં જુગારનો જબરો ક્રેઝ ચાલ્યો છે, ત્યારે આ મામલે ગઈકાલે જામનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આવા બે જુગારના કેસો કર્યા છે, (જો કે આ શાખાની કામગીરી નાસતા ફરતા આરોપીઓને પકડવાની છે) જેમાં પહેલા દરોડામાં પવનચક્કી સર્કલથી ખંભાલીયા ગેટ તરફ જતા રસ્તા પર મપારા સસ્તા અનાજની દુકાન બહાર ચેતન કિરીટભાઈ મપારા વિશાલ પટેલના મોબાઇલ ફોન પર કપાત કરી-કરાવી રન-ફેર નો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઇડ દરમ્યા ન ચેતન મપારા પાસેથી રોકડા રૂ 10,500/- તથા મોબાઇલ ફોન કિ રૂ 5000/-મળી કુલ મુદામાલ રૂ 15500/- સાથે પકડાઇ જઇ ગુનો કર્યા બાબત તેમજ વિશાલ પટેલ તથા અન્ય એક ઝડપાયો નથી.
આવી જ રીતે બીજા દરોડામાં સન્ની પરસોતમ જેસાણીએ મોબાઇલ ફોનમા લાઇવ પ્રસારણ નીહાળી મોબાઇલ ફોન ઉપર ક્રીકેટ એપ્લીકેશનમાં મોગું નામના વ્યક્તિના મોબાઇલ ફોન પર કપાત કરી-કરાવી રન-ફેર નો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઇડ દરમ્યાનન સન્ની જેસાણી પાસેથી રોકડા રૂ 800/- તથા મોબાઇલ ફોન કિ રૂ 5000/- કુલ મુદામાલ કિ રૂ 5800/- સાથે ઝડપાઈ ગયો હતો જયારે મોગું ને ફરાર દર્શાવવામાં આવ્યો છે.